Gujarat

ચિત્રાવાડી-આમલેથામાં ગાર્બેજના સાધનો ફાળવાયાં

આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાં પણ સ્વચ્છતાનો વ્યાપ વધે તેવા પ્રયાસો થઇ રહયાં છે. શહેરોની સાથેે ગામડાઓ પણ સ્વચ્છ બને તે માટે ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે. નાંદોદ તાલુકાની ચિત્રાવાડી અને આમલેથા ગ્રામ પંચાયતને ગાર્બેજ કલેકશન માટેના સાધનોની ફાળવણી કરવામાં આવી છે.
રાજપીપલા ખાતે યોજાયેલા વિશ્વાસથી વિકાસયાત્રા ના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મંત્રી મોરડીયાના હસ્તે અંદાજે 19.95 કરોડથી વધુના ખર્ચના 25 જેટલા વિવિધ વિકાસકામોના ડિજીટલી ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત થકી કરાયું તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રાજપીપલા અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા સંકુલ ખાતે સંસદસભ્ય મનસુખ વસાવા, કલેકટર શ્વેતા તેવતિયા સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં અંદાજે 19.95 કરોડથી વધુના ખર્ચના 25 જેટલા વિવિધ વિકાસકામોની જિલ્લાવાસીઓને ભેટ આપવામાં આવી હતી.
જિલ્લામાં સ્વચ્છ ભારત મિશનના સંકલ્પને આગળ ધપાવતા ગુજરાત રાજ્યના પંચાયત વિકાસ વિભાગ દ્વારા ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવતી ગ્રાન્ટ પૈકી નાંદોદ તાલુકાની ચિત્રાવાડી અને આમલેથા ગ્રામ પંચાયતને ગાર્બેજના સાધનોની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત સરપંચોને ગાર્બેજ કલેકશન માટે ફાળવવામાં આવેલાં ટ્રેકટરની ચાવી અર્પણ કરાઇ હતી. શહેરોમાં તો સ્વચ્છતા અભિયાન ચાલી રહયું છે પણ ગામડાઓ પણ સ્વચ્છ બને તે માટે ગ્રામ પંચાયતોને પ્રોત્સાહિત કરાઇ રહી છે.

IMG-20220914-WA0169.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *