Gujarat

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન  પંચમહાલ દ્વારા રોલ પ્લે અને લોકનૃત્ય સ્પર્ધા સંપન્ન  

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે  જિલ્લા કક્ષાનો માધ્યમિક  વિભાગનો રોલ પ્લે તેમજ લોકનૃત્ય સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં જિલ્લાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને સરકારી માધ્યમિક શાળાઓ દ્રારા પર્યાવરણ  જાગૃતિ, વ્યસન મુક્તિ, પોશાક અને આહાર જેવા કૌશલ્ય લઇને અંબાલી જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં સ્પર્ધક તરીકે ઉપસ્થિત  હતા જેમા ડાયટના પ્રાચાર્ય ગઢવી સાહેબ દ્વારા સ્પર્ધાનું ઉદ્ધઘાટન  કરવામાં આવ્યું. તેમજ સિનિયર લેક્ચરર ઉમેશભાઈ ચૌહાણના નેતૃત્વ હેઠળ આયોજન કરવામાં આવ્યું. જેમાં નિર્ણયક તરીકે  ગોધરાના ઉત્સાહી શિક્ષક અને આર્ટિસ્ટ મણિલાલ પરમાર , નિરાલીબેન સોની, કિન્નરી સોની  દ્રારા  મૂલ્યાંકન કરી પ્રથમ, દ્રિતીય, તૃતીય  નંબર  આપવામાં આવ્યો જેમાં  રોલ પ્લે વિભાગમાં પ્રથમ નં સરકારી  મોડલ સ્કુલ દુણીયા શાળા, દ્રિતીય નંબરે  સરકારી  મોડલ સ્કુલ જાંબુઘોડા, તૃતીય નંબરે મૉડેલ સ્કુલ હાલોલ તેમજ લોકનૃત્ય વિભાગમાં પ્રથમ નંબર  ધનેશ્વર  સ્કુલ ઘોંઘબા, દ્રિતીય નંબરે તેલંગ સ્કુલ ગોધરા ,તૃતીય નંબરે દુણીયા સ્કુલને નંબર આપવામાં આવ્યો . તેમજ તમામ  બાલિકાઓને ઇનામ  આપવવામાં આવ્યું અને પ્રમાણપત્ર એનાયત  કરવામાં આવ્યું ઉમેશભાઈ ચૌહાણ સાહેબ દ્રારા સૌ બાલિકાઓ અને શિક્ષકોને  પ્રોત્સાહન આપી ઝોન કક્ષાએ  જવા  શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Attachments area

IMG-20220914-WA0204.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *