Gujarat

પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવન માં રવિવારે સર્વરોગનિદાન, નેત્ર નિદાન, હાર્ડવૈદ નિદાન કેમ્પ યોજાશે..  

હાર્દિક કાનાબાર પ્રાચી
તમામ જરૂરીયાત દર્દીઓને લાભ લેવા અનુરોધ..
 પ્રાચી તીર્થ..
પ્રાચી તીર્થ ખાતે સર્વરોગ નિદાન,શ્રી સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ તથા હાર્ડવૈદ નિદાન કેમ્પ આગામી તારીખ 18/9/22 ને રવિવાર ના રોજ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે રાખવામાં આવેલ છે. જેમાં શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના સેવાભાવી ડોક્ટરો તથા સ્ટાફ પોતાનું યોગદાન આપસે તથા ચાપરડા ની મુક્તાનંદ મહારાજ સ્થાપિત જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ના નિષ્ણાંત ડોક્ટરો માં ડોક્ટર વિશાલ કરમટા એમ એસ સર્જન, ડોક્ટર જીતેન્દ્ર કામલીયા ઓથોપેડિક સર્જન, ડોક્ટર પ્રતીક ડોબરીયા એમ.એસ સ્ત્રીરોગ નિષ્ણાત, ડોક્ટર જય રાઠોડ એમએસ, ડોક્ટર માનસી દેસાઈ દાતના રોગના નિષ્ણાંત, ડોક્ટર ધવલ કોયાણી ફેમિલી ફિઝિશિયન, ડોક્ટર જયેશ સોલંકી જનરલ ચેકઅપ, સહિતના સ્ટાફ સેવા આપશે તથા હાર્ડ વૈદના ડોક્ટર રવિરાજભાઈ તાલાળા સેવા આપશે આ વિનામૂલ્યે શ્રી સદગુરુ સર્વ રોગ,નેત્રયજ્ઞ, અને હાર્ડ વૈદ વિના મૂલ્યે નિદાન કરી, દવા, ટીપા,સહિતની વસ્તુ દર્દીઓને આપવામાં આવશે અને આંખના રોગનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ બસમાં લઈ જઈ અત્યાધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરના સારામાં સારા સોફટ કોલ્ડેબલ લેન્સ  નેત્ર મણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે આ ઉપરાંત ઓપરેશન થયા બાદ દર્દીઓને કેમ્પના સ્થળે પરત મુકવા ની પણ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે તદ ઉપરાંત દરેક દર્દીને કોઇ પણ બીમારી હોય તો પણ તેની તકેદારી રાખીને તેનું નિદાન કરવામાં આવનાર છે. આ કેમ્પમાં સર્વ રોગ નિદાન, આંખના દર્દીઓ, હાર્ડ વૈદ ના દર્દીઓને બહોળી સંખ્યામાં લાભ લેવા  દર્દીઓને અનુરોધ કરાયો છે.આ કેમ્પમાં આવતાં તમામ દર્દીઓ ને સાથે આધારકાર્ડ લાવવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *