Gujarat

જેતપુરમાંસામાન્ય બહાના હેઠળ  વૃક્ષનું નિકંદન પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ

જેતપુરના જૂનાજગાત નાકા રોડ નજીક રોડની બાજુમાં  આવેલ ઘટાદાર વૃક્ષોની ડાળીઓ વાહનોને નડતરરૂપ હોવાના બહાના હેઠળ અસંખ્ય વૃક્ષનું છેદન રોડની બાજુએ રહેલ પચાસ વર્ષથી પણ વધુની ઉંમરના ઘટાદાર પીપળના  વૃક્ષનું વાહનોને નડતરરૂપ થતાં હોવાના બહાના હેઠળ રાજકીય વગ ધરાવતા ઈસમ દ્વારા નિકંદન કઢાવી નાખતાં પર્યાવરણ- -પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે.
હાલ ગ્લોબલ વોર્મિંગને કારણે  ઋતુઓમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે દેશની રાજધાની દિલ્હીમાં હવામાં શ્વાસ લેવું પણ મુશ્કેલ બને તેટલી હવા પ્રદૂષિત થઈ ગઈ છે. આ ગ્લોબલ વોર્મિંગનું કારણ જુદાજુદા પ્રકારનું કેમિકલનું પ્રદુષણ અને વૃક્ષોનું છેદન. ભવિષ્યમાં ઑક્સિજનનું સિલિન્ડર સાથે લઈને ન નીકળવું પડે તેનાથી બચવા જેમ બને તેમ વધુ પ્રમાણમાં વૃક્ષારોપણ કરવું પડશે તેમજ કેમિકલનો જેમ બને તેમ ઓછો વપરાશ કરવો પડશે.
અને પર્યાવરણ બાબતમાં તો સુપ્રીમ કોર્ટ ખૂબ સખત થઈ છે અને તેની સાથે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પણ પ્રદુષણ ફેલાવનાર સામે કડક હાથે કાર્યવાહી કરવા લાગી છે. અને સરકાર પણ વૃક્ષારોપણ પાછળ દરવર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. હજાર છોડનું રોપણ થાય તેમાંથી માંડ પચાસ જેટલા ઉછરીને વૃક્ષ બને છે. એટલે એક છોડનું જતન કરી તેને વૃક્ષ બનાવવું તે બાળકમાંથી પુખ્ત બનાવવા જેટલું જ કઠિન છે.
પરંતુ પર્યાવરણ પ્રેમીઓ કરતાં પર્યાવરણના દુશ્મનો વધુ જોવા મળે છે. જેમાં જેતપુરના જૂના જગાતનાકા નજીક  રસ્તાની  બાજુ પીપળના ઘટાદાર વૃક્ષો કતારબદ્ધ ઉગાડેલ છે. અને આ વૃક્ષો લગભગ પચાસ વર્ષથી વધુની ઉંમરના હશે. રસ્તાની બંને બાજુ ઘટાદાર વૃક્ષ હોવાથી ઉનાળામાં પચાસ ડીગ્રી તાપમાન હોય તો પણ આ રોડ પરથી પસાર થઈએ શીતળ છાયો જ જોવા મળે. જેના કારણે વટેમાર્ગુ રોડ કાંઠે આરામ ફરમાવતા પણ જોવા મળે છે. આ ઘટાદાર વૃક્ષમાથી આજે કેટલાક શખ્સો દ્વારા મજૂર મારફતે ઇલેક્ટ્રીક કટરથી ઉભેલ વૃક્ષ છેદન કરવામાં આવ્યું હતું
વૃક્ષ કાપી રહેલ મજૂરોને પૂછતાં તેઓએ જણાવેલ કે અમને આ વિસ્તરના સુધરાઇ સભ્યના પતિ દ્વારા મહેનતાણું આપી વૃક્ષ કાપવાનું કહેલ છે આ વૃક્ષ વાહન વ્યવહારમાં નડતરરૂપ છે એટલે કાપવામાં આવ્યું છે તેવું જણાવ્યું હતું પરતું ખરેખર આ રોડ મોટા વાહનોનો પ્રતિબદ્ધ લગાયેલો છે.જ્યારે આ વૃક્ષના છેદન માં કોઈ અંગત સ્વાર્થ સાધવામાં આવતો હોય તેવું જણાય આવે છે.
બીજી તરફ આ વૃક્ષના છેદન બાબતે રેન્જ ફોરેસ્ટ તેમજ મામલતદાર અને નગર પાલિકાનાં ચીફ ઓફિસર નાં જણાવ્યા અનુસાર વૃક્ષ કાપવાનાં મામલે પૂછતા જણાવ્યું હતું કે વૃક્ષ કાપવાની મંજૂરી લીધેલ નાં હોઈ તેવું ફ્લીત થયું હતું
 આ મામાલે નગરપાલિકાનાં ચીફ ઓફિસર અશ્વિન ગઢવીએ જણાવ્યું હતું કે અત્રે ની કચેરીથી કોઈ પણ વૃક્ષ કાપવા માટેની મંજૂરી આપવામાં આવેલ નથી જેથી નગરપાલિકાના ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરી જેતપુર શહેર મામલતદારને રિપોર્ટ સોંપવામાં આવશે.હાલતો કાર્યવાહી નગરપાલિકા અને મામલતદાર કચેરી વિભાગ વચ્ચે અટવાયેલી  જોવા મળી હતી
બીજી બાજુ શુધ્ધ હવા માટે વૃક્ષારોપણને વેગ આપવાની સરકારની ખૂબ મોટી મોટી વાતો થઈ પરંતુ આ તમામ વાતો માત્ર કાગળ પર જ સિમીત રહી જ્યારે વાસ્તવમાં તો સામાન્ય બહાના હેઠળ વૃક્ષનું નિકંદન કાઢી નાખ્યું જેના કારણે પર્યાવરણપ્રેમીઓમાં ખૂબ રોષ ફેલાય ગયો છે. અને વૃક્ષોનું ગેરકાયદેસર છેદન કરનાર લોકો સામે કાયદેસરના પગલાં ભરવાની પણ માંગ ઉઠવા પામી છે.

IMG-20220914-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *