Gujarat

માજી સૈનિકના મોતનો મામલો, મોટી સંખ્યામાં ગાંધીનગર સિવિલ સંકુલમાં એકઠા થયા

ગાંધીનગર
પડતર માગણીઓને લઈ આજે ગાંધીનગરના ચીલોડા પાસે માજી સૈનિકોએ કરેલા ધરણા દરમિયાન એક માજી સૈનિકનું મોત નિપજતા માજી સૈનિકોમાં ગમગીની છવાઈ છે. રાત્રિના સમયે મોટી સંખ્યામાં માજી સૈનિકો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા પણ હોસ્પિટલ પહોંચ્યા છે. એક તબક્કે સિવિલ તંત્રએ મૃતકની લાશને એમ્બ્યુલન્સમાં મોકલવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે નિવૃત જવાનો ન્યાયની માંગણી કરીને વિરોધ કરતા હાલમાં મડાગાંઠ સર્જાઈ છે. નિવૃત આર્મીમેનનો મૃતદેહ લેવા પરિવારજનો એમ્બ્યુલન્સ સાથે આવતા પૂર્વ સૈનિકોમાં રોષ જાેવા મળ્યો હતો મૃતદેહ સ્વીકારવા મામલે પરિવાર અને માજી સૈનિકો વચ્ચે ખટરાગ જાેવા મળ્યો. પોસ્ટમોર્ટમ રૂમ નજીક આવેલી એમ્બ્યુલન્સને બહાર મોકલી દેવાઈ હતી. મૃતકના દીકરાએ કહ્યું, હું મૃતદેહ લઈ જવાની તરફેણમાં નથી. મારા કાકા આવે અને ર્નિણય થાય એ બાદ જાેઈશું. આ ઘટનામાં પરિવારજનો વચ્ચે તડા પડ્યા છે. મોટાભાગના પરિવારજનો મૃતદેહ લઈ જવા તૈયાર છે. પરંતુ અમુક લોકો તૈયાર નથી. અન્ય એક સભ્ય માજી સૈનિકો સાથે જાેડાતા મામલો ગુંચવાયો અને માહોલ ગરમાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પૂર્વ સૈનિકો દ્વારા ભારત માતા કી જય ના નારા લગાવવામાં આવી રહ્યા છે. માજી સૈનિકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોની માગણી સાથે ચીલોડા પાસે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. હલ્લાબોલ બાદ માજીસૈનિકોનો વિધાનસભા તરફ કૂચ કરવાનો કાર્યક્રમ હતો. પરંતુ, પોલીસે આગળ વધતા અટકાવ્યા હતા. જેના કારણે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં એક માજી સૈનિકને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દમ તોડી દેતા માજી સૈનિકોમાં ગમગીની છવાઈ હતી. ગાંધીનગરના આર્મી કેમ્પ ખાતે માજી સૈનિકોની સાથે ૭૨ વર્ષના મૃતક માજી સૈનિક પણ જાેડાયા હતા. એ દરમિયાન તેઓએ છાતીમાં દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. અહીં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપતા મૃતક પોતાને સ્વસ્થ માનીને ફરી પાછા આંદોલનમાં ભાગ લેવા પહોંચી ગયા હતા. જ્યાં અમુક કલાકો બાદ ફરીવાર તેઓને ગભરામણ અને છાતી માં દુખાવો ઉપાડ્યો હતો. જેનાં પગલે તેઓને ફરીવાર સિવિલ લઈ આવવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે તેઓએ સિવિલના ગેટ પહોંચતા જ દેહ ત્યાગી દીધો હતો. મૃતકનો એક પુત્ર ગાંધીનગર ટ્રાફિક વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. આ અંગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ નિયતિબેન લાખાણીએ જણાવ્યું હતું, નિવૃત જવાનને ગભરામણ તેમજ છાતીમાં દુખાવો થતો હતો. જેમનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે.જેનો રિપોર્ટ ૨૪ કલાક પછી આવશે એ પછી જ જાણી શકાય કે મૃતકનું અવસાન હાર્ટ એટેકના કારણે થયું છે કે નહીં. છેલ્લા ઘણા સમયથી માજી સૈનિકો દ્વારા પડતર માગણીઓને લઈને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. ગાંધીનગર ચિલોડા ખાતે હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં માજી સૈનિકો ભેગા થયા હતા. અગાઉ રાજ્ય સરકારે માજી સૈનિકોની ૫ માગણી સ્વીકારી લેવામાં આવી હતી. જાેકે હજી પણ બાકીની પડતર માગણીઓ બાબતે કોઈ હકારાત્મક નિરાકરણ નહીં આવતાં ફરીવાર માજી સૈનિકોએ સરકાર સામે જંગ છેડવામાં આવ્યો છે, જેમાં શહીદ જવાનના પરિવારો પણ આંદોલનમાં જાેડાયા હતા.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *