Gujarat

ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની મુદ્દત આજે પૂરી, સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

Night Curfew In Gujarat Cities: દિવાળી બાદ કોરોનાના કેસ (Gujarat Corona Case) વધતા રાજ્યના ચાર મહાનગરોમાં લાગૂ કરવામાં આવેલા રાત્રિ કરફ્યૂ (Night Curfew) અંગે આજે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. હાલ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 10 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂનો (Nigh Curfew In Gujarat Cities) અમલ કરવામાં આવી રહ્યો છે. જેની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ (Gujarat Corona Case) વધતા રાજ્ય સરકારે અમદાવાદ સહિતના 4 મોટા શહેરોમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધીનો કરફ્યૂ (Nigh Curfew In Gujarat Cities) લાગૂ કર્યો હતો. જો કે હોટલ રેસ્ટોરન્ટ સહિતના કેટલાક એસોસિએશને સરકાર સમક્ષ રજૂઆત કરતાં તારીખ 1 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી સુધી રાત્રિ કરફ્યુના (Nigh Curfew In Gujarat Cities) અમલનો સમય રાત્રીના 10 થી સવારના 6 વાગ્યા સુધીનો કર્યો હતો.

જણાવી દઈએ કે, તહેવારો પૂરા થયા બાદ લગ્નસરાની સિઝન શરૂ થઈ તે પહેલા રાજ્ય સરકારે નાઈટ કરફ્યુ (Nigh Curfew In Gujarat Cities) અને પછી વીકએન્ડ કરફ્યૂની જાહેરાત કરી હતી. વીકેન્ડ કરફ્યૂ પૂરો થયા બાદ પણ સરકારને નાઈટ કરફ્યુ ચાલુ જ રાખ્યો છે. માત્ર મહિનાની શરૂઆતમાં કરફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કર્યો હતો. હવે આજે આજે નાઈટ કરફ્યૂની (Nigh Curfew In Gujarat Cities) મુદ્દત પૂરી થઈ રહી છે, ત્યારે સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરીને શું નિર્ણય લેશે તે જોવું રહ્યું?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *