બ્રિસ્બન ટેસ્ટમાં બોલિંગ કરતા સૈનીની જાંઘ ખેંચાઇ ગઇ. કુલ 10 ખેલાડી ઘાયલ
બ્રિસ્બનઃ ઇજાઓ ટીમ ઇન્ડિયાનો પીછો છોડી રહી નથી. હવે શુક્રવારે ઝડપી બોલર નવદીપ સૈની( Saini Injured) ઘાયલ થઇ ગયો. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી જ ચોથી ટેસ્ટનો પ્રારંભ થયો છે. પરંતુ સૈનીની માંશપેશીઓ ખેંચાઇ જતાં તેને હોસ્પિટલ લઇ જવાયો.
નવદીપ સૈનીને બોલિંગ દરમિયાન જાંઘની નશો ખેંચાઇ ગઇ હતી. પછી તેને મેદાનની બહાર લઇ જવાયો હતો. તે ફરીથી રમવા આવ્યો હતો. પરંતુ તેનો દુઃખાવો ઉપડતા હોસ્પિટલ લઇ જવો પડ્યો છે. જ્યાં તેનું સેક્ન કરવામાં આવશે. સૈની હજુ નવોદિત છે. તેની આ બીજી જ ટેસ્ટ છે.
8માી ઓવર દરમિયાન થઇ ઇજા
સૈની 8મી ઓવર નાંખી રહ્યો હતો ત્યારે 5 પાંચ બોલ ફેકી દીધા હતા. ત્યાર તેનો એક બાકી બોલ વાઇસ કેપ્ટન રોહિત શર્માને નાંખવો પડ્યો હતો.
બ્રિસ્બન ટેસ્ટમાં સૈનીનું રમવું શંકાસ્પદ
રિપોર્ટ મુજબ સૈનીનું બ્રિસ્બનની ચોથી ટેસ્ટમાં રમવું શંકાસ્પદ છે. જો એવું થશે તો ટીમ ઇન્ડિયા માટે મોટો ફટકો હશે. કારણ કે તે પહેલાં દિવસે માત્ર 7.5 ઓવર જ ફેંકી શક્યો છે.
બીસીસીઆઇએ સૈનીની ઇજા અંગે નિવેદન જારી કરતા કહ્યું કે નવદીપ સૈનીની જાંઘમાં દુઃખાવો છે. બોર્ડની મેડિકલ ટીમ તેની સારવાર કરી રહી છે. પછી તેને સ્કેન માટે લઇ જવાયો છે.
અગાઉ ત્રીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ, અશ્વિન, હનુમા વિહારી અને પછી પ્રેક્ટિસમાં મયંક અગ્રવાલ પણ ઘાયલ થઇ ગયા હતા.
કયા ખેલાડી ઘાયલ થયા?
ખેલાડી ઇજા
- મુહમ્મદ શમી જમણા હાથમાં ફ્રેકચર
- લોકેશ રાહુલ કાંડામાં ઇજા
- ઋષભ પંત કોણીમાં ઇજા
- ઉમેશ યાદવ માંશપેશી ખેંચાઇ
- રવિન્દ્ર જાડેજા ડાબા અંગૂઠામાં ઇજા
- હનુમા વિહારી હેમસ્ટ્રિંગ ઇજા
- જસ્પ્રીત બુમરાહ પેટમાં ખેંચાણ
- રવિન્દ્ર અશ્વિન પીઠમાં દુઃખાવો
- મયંક અગ્રવાલ હાથમાં ઇજા
- નવદીપ સૈની જાંઘ ખેંચાઇ ગઇ
