બ્રિસ્બનઃ ભારત સામે બ્રિસ્બન ખાતેની ચોથી ટેસ્ટ (Brisbane Fourth Test)માં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 274 રન કરી લીધા. આ વખતે પણ લબુશાને તેની વહારે આવ્યો. તેણે કરિયરની પાંચમી સદી ફટકારી. 204 બોલમાં 108રન કર્યા. પ્રથમ દિવસના રમત બંધ રહી ત્યારે કેમરુન ગ્રીન 28 અને ટીમ પેન 38 રને ક્રિઝ પર હતા.
ઓસ્ટ્રેલિયા(Brisbane Fourth Test)એ ફરી ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. પરંતુ મુહમ્મદ સિરાજે 4 રનના સ્કોરે જ ઓપનર ડેવિડ વોર્નરને પેવેલિયન ભેગો કરી દીધો. રોહિત શર્માને કેચ આપતા પહેલાં તેણે માત્ર એક રન કર્યા હતા.
બંને ઓપનર સસ્તામાં આઉટ થયા…..
ઓસી (Brisbane Fourth Test)ની બીજી વિકેટ પણ જલદી 17 રનના સ્કોરે પડી ગઇ હતી. ત્યારે ઓપનર માર્કસ હેનરીમે શાર્દૂલ ઠાકુરે સુંદરના હાથે ઝીલાયો હતો.
જો કે લબુશાને પછી સ્મિથ સાથે 70 રનની ભાગીદારી કરી ઓસ્ટ્રેલિયાનો રકાસ અટકાવ્યો હતો. સ્મિથે 36 રન કર્યા. તેને સુંદરે રોહિત શર્મા દ્વ્રારા કેચ આઉટ કર્યો. જ્યારે મેથ્યુ વેડ (45) અને અંતિમ પળોમાં ગ્રીન અને પેને ટીમ ઇન્ડિયાને આશાઓ પર પાણી ફેરવી દીધું. વધારામાં ઝડપી બોલર સૈની ઇજાગ્રસ્ત થઇ ગયો.
ભારત તરફથી (Brisbane Fourth Test)ટી. નટરાજને 63 રનમાં બે અને સિરાજ, શાર્દૂલ તેમજ સુંદરે 1-1 વિકેટ ખેરવી છે. કેમરૂન ગ્રીન 19 રને રમી રહ્યો હતો ત્યારે શાર્દુલ ઠાકુરે પોતાની બોલિંગમાં તેનો રિટર્ન કેચ છોડ્યો હતો.
વેડ અને લબુશેને વચ્ચે 113 રનની ભાગીદારી
લબુશેન અને મેથ્યુ વેડે કાંગારુંની ઇનિંગ્સ સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી. વેડે 87 બોલમાં 6 ફોરની મદદથી 45 રન કર્યા હતા. તે નટરાજનનો ટેસ્ટમાં પ્રથમ શિકાર બન્યો. શાર્દુલ ઠાકુરે તેનો કેચ પકડ્યો.
માર્નસ લબુશેન 37 રને રમી રહ્યો હતો ત્યારે નવદીપ સૈનીની બોલિંગમાં અજિંક્ય રહાણેએ ગલીમાં તેનો કેચ છોડ્યો. જે ભારતને ભારે પડ્યો. કારણ કે જો લબુશાને ત્યારે આઉટ થઇ જાત તો ઓસ્ટ્રેલિયા ત્રણ વિકેટ ગુમાવવા સાથે પ્રેસરમાં આવી ગયું હોત.
ઈજાગ્રસ્ત નવદીપ સૈની મેદાન બહાર જતો રહ્યો છે. તેને હેમસ્ટ્રીંગ ઈજા થઈ હોય જોકે ઓન-એર કોમેન્ટેટર્સ કે બોર્ડ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. ભારત પ્રાર્થના કરશે કે તે જલ્દી જ મેદાન પર પરત ફરી શકે. સૈની ઈજાગ્રસ્ત થતા તેની ઓવરનો અંતિમ બોલ રોહિત શર્માએ નાખ્યો હતો.
સ્મિથ ટેસ્ટમાં સુંદરનો પ્રથમ શિકાર બન્યો
સ્ટીવ સ્મિથ સુંદરની બોલિંગમાં શોર્ટ મિડવિકેટ પર રોહિત શર્માના કેચ આઉટ થયો હતો. સ્મિથે 77 બોલમાં 5 ફોરની મદદથી 36 રન કર્યા હતા.
સીરિઝ 1-1થી બરોબર, બંને ટીમોને તક
સીરિઝ 1-1ની બરાબરી પર છે. આ મેચ જીતનાર ટીમ શ્રેણી પોતાના નામે કરશે. કાંગારું માટે સ્પિનર નેથન લાયન પોતાની 100મી ટેસ્ટ રમી રહ્યો છે, જ્યારે ભારત વતી તમિલનાડુના વી. સુંદર અને ટી. નટરાજન ડેબ્યુ કરી રહ્યા છે. ટી. નટરાજન એક જ ટૂર પર ટેસ્ટ, વનડે અને T-20 ડેબ્યુ કરનાર ભારતનો પ્રથમ પ્લેયર બન્યો છે.
ઘાયલોને કારણે ટીમ ઇન્ડિયામાં 4 ફેરફાર
હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન ઈજાને કારણે મેચમાં (Brisbane Fourth Test) રમી શકવાના હોવાથી ટીમ ઇન્ડિયા ઇલેવનમાં 4 ફેરફાર કરાયા. તેમની જગ્યાએ શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન, વી. સુંદર અને મયંક અગ્રવાલ રમી રહ્યા છે. મયંક અગ્રવાલ અને ઋષભ પંત ફીટ રહેતા ટીમમાં કાયમ રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં માત્ર એક ફેરફાર કરાયો છે. ઈજાગ્રસ્ત વિલ પુકોવ્સ્કીની જગ્યાએ માર્કસ હેરિસનો સમાવેશ કરાયો. તે ડેવિડ વોર્નર સાથે ઓપનિંગમાં ઉતર્યો હતો.
ટીમ ઇન્ડિયા 11: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, ઋષભ પંત(વિકેટકીપર), વી.સુંદર, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન.
