અમરેલી
ગુજરાત ૨૦૨૨ વિધાન સભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. કોંગ્રેસનો ગઢ ગણાતા અમરેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ અમરેલીનું રાજકારણ ગરમાયુ છે. નેતાઓની સતત દોડધામને લઈ હવે રાજકીય પાર્ટીઓ વધુ સક્રિય થઈ છે. ત્યારે અમરેલી સર્કિટ હાઉસ ખાતે અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિની વિધાન સભાની ચૂંટણીને લઈ બેઠક મળી હતી. કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી સહિત મહત્વના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીમા તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના પ્રવાસ બાદ રાજકારણ ગરમાયુ છે. રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ છે. ભાજપના મનસુખ માંડવીયાએ અમરેલીમા યુવાનો સાથે સધો સંવાદ નામનો કાર્યક્રમ યોજ્યો હતો. આમ આદમી પાર્ટી લોકો વચ્ચે સીધી ગામડે પ્રવાસ કરી રહી છે. સતત ગામડાના પ્રવાસ હોદ્દેદારો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો લોકોને કેવો લાભ થશે? શુ ફાયદો થશે? તે માહિતી લોકો વચ્ચે દિવસ દરમ્યાન મૂકી તેમનો પ્રવાસ ચાલી રહ્યો છે.


