પાટણ
સરસ્વતી તાલુકાના સરીયદ ગામે છત્રાડા સીમ વિસ્તારના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર પકડાયું હતું. પોલીસે ખેતરમાંથી રૂ.૬૮,૯૦૦ના લીલા ગાંજાના ૫૭ છોડ જપ્ત કર્યા હતા અને વાવેતર કરનાર ગામના શખ્સને પકડી લીધો હતો. તેની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પાટણ એસઓજી પીએસઆઇ વી.આર.ચૌધરીને મળેલી બાતમીને આધારે સરીયદ ગામની છત્રાડા સીમમાં આવેલા ખેતરોમાં એસ.ઓ.જી પોલીસે તપાસ કરતા ગેરકાયદેસર રીતે લીલા ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. પોલીસે ખેતરમાંથી લીલા ગાંજાના રૂ.૬૮.૯૦૦ના ૬.૮૯૦ કિલોગ્રામ વજનના ૫૭ છોડ જપ્ત કર્યા હતા અને ગાંજાનું વાવેતર કરનાર ખેતર માલિક સરીયદ ગામના તલાજી લક્ષ્મણજી ઠાકોરને પોલીસે પકડી લીધો હતો તેની સામે સરસ્વતી પોલીસ મથકે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ ૧૯૮૫-(બી),૨૦(એ)(આઈ)૨૦(બી)(આઈઆઈ)બી,૨૨(બી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ અંગે પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે તલાજી લક્ષ્મણજી ઠાકોર બીજી ત્રીજી વખત ગાંજાનું વાવેતર કર્યું છે તે બંધાણી હોવાથી પીવા માટે ગાંજાનું વાવેતર કરે છે. અને ક્યારેક તે ગાંજાનું શાક પણ બનાવે છે.


