મુંબઈ
રોકસ્ટાર, મદ્રાસ કેફે અને હાઉસફૂલ ૩ જેવી ફિલ્મોથી પોપ્યુલર બનેલી નરગિસ ફખરીએ એક્ટિંગની સાથે ડાન્સમાં પણ કમાલ બતાવ્યો હતો. ફટા પોસ્ટર નિકલા હીરોમાં ધતિંગ નાચ અને કિકમાં યાર ના મિલેને નરગિસના યાદગાર પરફોર્મન્સ તરીકે ઓળખવામાં આવે છે. પાછલા કેટલાક વર્ષોથી યુએસમાં સેટલ થયેલી નરગિસ આ વર્ષે કમબેક કરી રહી છે અને તેની પહેલી ફિલ્મ અનુપમ ખેર સાથે છે. કોરોના મહામારી કાબૂમાં આવ્યા બાદ નરગિસ આ વર્ષે ભારત પરત આવી હતી. ત્યારબાદ તેને અનેક ઓફર મળવાની શરૂ થઈ હતી. તેલુગુ ફિલ્મથી નરગિસ સાઉથમાં ડેબ્યુ કરે તેવી અટકળો વહેતી થઈ હતી. હવે સાંભળવામાં આવ્યું છે કે, અનુપમ ખેર, જુગલ હંસરાજ અને નીના ગુપ્તાની ફિલ્મ શાસ્ત્રી બાલબોઓથી નરગિસ બોલિવૂડમાં કમબેક કરશે. શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું પ્રિમિયર થવાનું છે. એક વેબ શો માટે પણ નરગિસની વાતચીત ચાલી રહી છે. તેની નેક્સ્ટ હિન્દી મૂવી પણ ટૂંક સમયમાં એનાઉન્સ થાય તેવી શક્યતા છે. આ અંગે નરગિસે જણાવ્યું હતું કે, મેં ખૂબ ઓછું કામ કર્યું છે. હું કેટલાક ફિલ્મ મેકર્સને મળી છું. હું શહેરમાં છું તેવી જાણ થતાં તેઓ કામ માટે મારો સંપર્ક કરશે. તમામ પ્રકારના પ્રોજેક્ટ પર કામ કરવાની તૈયારી બતાવતાં નરગિસે ઝડપથી એક્ટિવ થવાની ઈચ્છા દર્શાવી છે. જાે કે એક્શન, ડ્રામા અને કોમેડી ફિલ્મ્સ વધારે ગમતી હોવાનું નરગિસે કહ્યું હતું.


