કડી
કડી શહેરમાં આવેલ ગંજબજાર તેમજ અણખોલ ગામેથી થોડાક દિવસો અગાઉ એક્ટિવા તેમજ બાઈકની ચોરી થઇ હતી. જે સંદર્ભે એલસીબી પોલીસ સ્ટાફના માણસો કડીમાં અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ચોરી કરેલ એકટીવા લઇને કડી તરફ આવી રહેલ બે ઈસમોને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. કડી શહેરના ગંજ બજાર પાસેથી થોડાક દિવસો અગાઉ એક્ટિવા ચોરીની ફરિયાદ કડી પોલીસ સ્ટેશનમાં નોધાવા પામી હતી. જે સંદર્ભે એલસીબી પોલીસ સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં. ત્યારે પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બુડાસણથી કડી તરફ એક નંબર પ્લેટ વગરનું કાળા કલરનું એક્ટીવા લઈને બે ઈસમો કડી તરફ આવી રહ્યાં છે. જે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસો કડીના જીઇબી પાસે વોચ ગોઠવીને ઊભા હતાં, તે બે ઇસમો એક્ટિવા લઇને આવી રહ્યાં હતાં. પોલીસને શંકા પડતા પોલીસે બન્ને ઈસમોને ઉભા રાખીને સઘન પૂછતાછ કરતા તેઓએ કબુલ્યુ હતું કે, એક્ટિવા થોડા દિવસો અગાઉ ગંજબજાર પાસેથી રાત્રે સાડા બાર કલાકે ચોરેલ હતું. ૨૫ દિવસ પહેલાં અણખોલ પાસે આવેલ એક કંપનીની બહારથી પ્લેટિના નં જીજે ૯ સીકે ૪૭૨૯ ચોરેલ હતું અને અમારા ઘર પાસે પાર્ક કરેલ છે અને તેને વેચવા સારુ નીકળ્યા છીએ. જે કબૂલતા કરતા એલસીબી સ્ટાફના માણસોએ બન્ને આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. તેમજ એક્ટિવા અને પ્લેટિના બાઇકનો કબજાે લઈને કડી પોલીસ સ્ટેશનમાં રજુ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
