નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં 127 વર્ષ પહેલાં આજના દિવસે જ માત્ર 1 બોલમાં 286 રન (1 Ball 286 Run) નોંધાવવાની ઘટના પણ નોંધાઇ હતી. ક્રિકેટની રમત રોમાંચક તો છે જ. પરંતુ તેના કેટલાક કિસ્સા બહુ અનોખા પણ છે.
જેની બહુ ઓછા લોકોને ખબર છે. એક બોલમાં ત્રણ સદી કરતા થોડાક જ ઓછા રનની વાત સાંભળી કદાચ માનવાનું મન ન થાય. પરંતુ આ હકિકત છે. અખબાર પોલ મોલ ગેજેટ (Pall Mall Gazette)માં આ ઘટનાનો અહેવાલ પણ છપાયો છે.
ઘટના 15 જાન્યુઆરી 1894ના રોજ નોંધાઇ
વાસ્તવમાં વર્ષ 1900 પહેલા ક્રિકેટની રમત બહુ જાણીતી નહતી. ઇંગ્લેન્ડમાં શરૂ થયેલી આ રમત થોડાક જ દેશોમાં રમાતી હતી. તેમાનું એક ઓસ્ટ્રેલિયા હતું. ઉપરોક્ચ અનોખી ઘટના (1 Ball 286 Run) પણ તે પહેલાં 15 જાન્યુઆરી 1894ના રોજ નોંધાઇ હતી.
આ મેચ ઓસ્ટ્રેલિયામાં રમાઇ હતી. વિક્ટોરિયા અને સ્ક્રેચ XI વચ્ચેની આ મેચમાં એક બેટ્સમેને બોલને ફટકાર્યો અને બોલ મેદાન બહારના ઝાડમાં અટકી ગયો. તે સમયે ક્રિકેટ અંગે બહુ નિયમો બન્યા હતા નહીં.
ફિલ્ડર્સ બોલ શોધતા રહ્યા, બેટ્સમેન દોડતા રહ્યા
ફિલ્ડર્સ બોલ શોધવામાં લાગ્યા અને બેટ્સમેનો ક્રિઝ પર દોડતા રહ્યા. તેમણે લાભ લઇ 286 રન (1 Ball 286 Run)પુરા કરી લીધા. જેના માટે બંને બેટ્લમેન 6 કિલોમીટર દોડ્યા હતા.
તે સમયનાં ઓસ્ટ્રેલિયન અખબાર પોલ મોલ ગેજેટમાં આ ન્યૂઝ સ્પોર્ટસ પેજ પર વિશેષ રીતે છાપ્યા હતા. ખાસ તો આ ન્યૂઝનો એક માત્ર સોર્સ પણ આ અખબાર જ છે.
એમ્પાયરોએ બોલ ગુમ જાહેર કર્યો નહીં 1 Ball 286 Run news
બોલ ઝાડ પર અટકતા ફિલ્ડિંગ કરનારી ટીમે અમ્પાયરોને બોલ લાપતા જાહેર કરવાની અપીલ કરી હતી. જો એવું થાત તો બંને બેટ્સમેન દોડતા અટકી જાત. પરંતુ એમ્પાયરોએ બોલ ગુમ થયાનું જાહેર કર્યું નહીં.
તેનું કારણ એ હતું કો બોલ બંને એમ્પાયરો સહિત ઘણા લોકોને દેખાઇ રહ્યો હતો. જ્યાં સુધી તેને ઉતારવામાં આવ્યો બેટસમેન ક્રીઝ પર 286 રન બનાવી (1 Ball 286 Run) ચૂક્યા હતા.
શું હતી એમ્પાયરોની દલીલ?
ફિલ્ડિંગ ટીમ રોષે પણ ભરાઇ પરંતુ એમ્પાયરો તેમના નિર્ણય પર કાયમ રહ્યા અને આ અનોખી ઘટના નોંધાઇ ગઇ. એમ્પાયરોની દલીલ હતી કે બોલ તેમને દેખાઇ રહ્યો હતો. તેથી તેને ગુમ જાહેર કરવાનો નિર્ણય ખોટો થાત.
