બોટાદ
બોટાદની સરકારી હાઈસ્કૂલમાં આવેલ ગ્રાઉન્ડમાં ધારાસભ્ય સૌરભ પટેલે મહિલાઓ માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમવાર ધારાસભ્ય દ્વારા આવું આયોજન કરવામા આવેલ છે. જ્યાં ૯ દિવસ સુધી બહેનો રાસ ગરબાની રમઝટ બોલાવશે. છેલ્લા બે વર્ષથી કોવિડ ૧૯ના કારણે નવરાત્રી પર્વની ઉજવણી બંધ હતી. ત્યારે આ વર્ષે ખુબજ ધામધૂમથી નવરાત્રી પર્વની ઉજવણી થવાની છે. હવે નવરાત્રીને આડે ૬ દિવસ બાકી છે, ત્યારે બોટાદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સૌરભ પટેલ અને ભાજપ પરિવાર દ્વારા મહિલાઓ માટે નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં આવેલ સરકારી હાઈસ્કૂલમાં આવેલ મેદાનમાં આ નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવેલ છે. જેને લઈ જરૂરી મંજૂરી પણ લેવામાં આવી ગયેલ છે. અહીંયા ૨૬ સ્પેટમ્બરથી ૫ ઓક્ટોબર સુધીનું આયોજન કરવામાં આવેલ છે. ???????બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલે બોટાદ વિધાનસભા વિસ્તારમાં યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ આગાવ કરેલ જેમાં ખુબજ મોટી સંખ્યામાં ટીમોએ લાભ લીધો હતો. ત્યારે હવે નવરાત્રી પર્વ આવી રહ્યું છે એટલે માત્ર મહિલાઓ માટે આ આયોજન કરવામાં આવેલ છે. જેમાં રોજ અલગ અલગ સેલિબ્રિટી પણ અહીંયા નવરાત્રી પર્વમાં આવશે તેવી માહિતી પણ મળી રહી છે.
