Gujarat

વેરાવળમાં બ્રહ્મ સરકારી કર્મચારી સંઘ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ ‘રૂમઝૂમ નવરાત્રી-૨૦૨૨ રંગીલા રાસોત્સવ’નું આયોજન   

સોની હરેશ ભાઈ પી સતીકુંવર  વેરાવળ
  માતાજીની આરાધના કરવાનો પર્વ એટલે કે નવરાત્રી. વેરાવળ તાલુકા બ્રહ્મ સરકારી કર્મચારી સંઘ દ્વારા વર્ષ ૨૦૨૨માં સમસ્ત બ્રહ્મસમાજ માટે તારીખ ૨૬-૦૯-૨૦૨૨થી ૦૪-૧૦-૨૦૨૨ સુધી રાત્રે ૯.૦૦ કલાકેથી નગરપાલિકા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે ‘રૂમઝૂમ નવરાત્રી-૨૦૨૨ રંગીલા રાસોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવમાં તેજસ વ્યાસના ઓરકેસ્ટ્રાની જમાવટ સાથે જ સિંગર ક્રિષ્નારાજ બારોટ તેમજ હિના વ્યાસ પોતાના સૂરથી ખેલૈયાઓમાં રમઝટ બોલાવશે. પાસ તેમજ રાસોત્સવની વધુ માહિતી માટે સંયોજક ચિરાગભાઈ પુરોહિત (મો.૯૪૨૭૭૪૦૬૩૭) તેમજ સહસંયોજક ભાવેશભાઈ ભટ્ટ (મો.૯૪૨૮૩૭૪૭૨૨)/આશિષભાઈ જોશી (મો.૬૩૫૧૦૨૬૧૧૬) નો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *