ઊના – ઊના ગીરગઢડા કોંગ્રેસ સમીતી દ્રારા ધારાસભ્ય પુંજાભાઇ વંશના નેતૃત્વ હેઠળ સાત સપ્તાહનો કાર્યક્રમના ભાગરૂપે બીજા સપ્તાહના કાર્યક્રમમાં ગુજરાતના વિકાસ મોડલનો ફુગ્ગો ફોડવા અને વિવિધ મુદ્દાઓને લઇને ગાંધી ચિંધ્યા માર્ગે ટાવર ચોક ખાતે છાવણી ઉભી કરી આંદોલન કરેલ જેમાં તાલુકાભરના કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને બીજી તરફ ડિઝીટલ સ્ક્રીનના માધ્યમથી રાજ્યના મોટાભાગના જીલ્લામાં લંમ્પી વાયરસ ફેલાઇ રહ્યો છે. અને ગૈ માતાઓ મૃત્ય પામી રહી છે. ત્યારે રાજ્યની સરકાર આ ગાયોને બચાવવા કોઇો વ્યવસ્થા પુરી પાડતી નથી.અને વિદેશોમાંથી ચિંતાઓ લાવી કરોડો રૂપિયાઓનું આંઘણ કરી વાહ વાહ મેળવી રહી છે. તેનો આક્રોશ સાથે ઝાટકણી કાઢી ગાયોના નામે રાજકારણ રમતી સરકાર ગૈ માતાને બચાવવા આગળ આવી વ્યવસ્થા અને પશુ ચિકિત્સાનો સ્ટાફ, દવા અને ખોરાક અને તેને રાખવાની વ્યવસ્થા તાત્કાલીક ઉભી કરવા માંગણી કરેલ છે. આ ઉપરાંત વિકાસ મોડલનો ફુગ્ગો ફડતા ધારાસભ્યએ મહીલા પર થતા અત્યાચાર, ખેડૂતોનના ઉભા પાકને વરસાદના કારણે થયેલી નુકસાની, યુવાધનને રોજગાર, પુરોપાડવા મોંધવારી, પેટ્રોલના ભાવ આસમાને હોય તેને અંકુશ રાખવા નિષ્ફળ ગયેલ હોય અને પ્રજા દૂખી છે દરેક વર્ગનો માનવી પરેશાની વહેઠી રહ્યો હોય ત્યારે વિકાસ નામે સરકારની વિવિધ યોજનાઓ નિષ્ફળ વહીવટી બાબતે નિષ્ફળ ગયેલ હોય તેનો ફુગ્ગો ફોડી લોકોને જાગૃત કરી આવનારા દિવસોમાં ગુજરાતમાં ગરીબ લોકોની સરકાર બનાવવા અને આ કુસાશન ચલાવતી સરકારને ભગાડવા આહન કર્યુ હતું..

