ચાંદની પાન મિત્ર મંડળ તેમજ મોરબી વોર્ડ નં.10 ના ભાજપ ના કાર્યકરો દ્વારા કરાઈ અનોખી ઉજવણી
મોરબી :- મકરસંક્રાંતિ પર્વ એટલે ઉત્સાહ સાથે દાનની સરવાણી વહાવવાનો પણ પર્વ કહી શકાય છે. લોકો પોતાની શકિત મુંજબ વિવિધ પ્રકારના દાન આપી. પુણ્ય કમાવવાનો અવસર મેળવે છે. ત્યારે મોરબીની સંસ્થાઓ એ અનોખી રીતે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેર ના ગરીબો લોકોને જમાડી પર્વની ખાસ ઉજવણી કરી હતી.
આજ રોજ મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમીતે ચાંદની પાન મિત્ર મંડળ તેમજ મોરબી વોર્ડ નં.10 ના ભાજપ ના કાર્યકરો દ્વારા ગરીબો ને ભોજન કરાવી ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા ખાસ ઉપસ્થિત રહી કાર્યકર મિત્રો નો હોસલો વધારીયો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા રીષીપભાઈ કૈલા, મહામંત્રી શહેર ભાજપ, નરેન્દ્રભાઇ પરમાર, હિતેષભાઈ કાવર, અમુભાઈ ફેફર, વિજયભાઈ મિસ્ત્રી, દિનેશભાઈ લીખીયા, મયુરભાઈ મિસ્ત્રી, અનિલભાઈ વરમોરા, ભાણજીભાઈ વરસડા સહિત ના કાર્યકર મિત્રો જોડાયા હતા
એહવાલ…આશિફ ખોરમ મોરબી


