Gujarat

પાંજરાપોળમાં દુધાળા પશુઓના મોત થતા વળતર ચુકવવા મુદ્દે કલેકટરને આવેદન પત્ર પાઠવાયું

રાષ્ટ્રીય માલધારી સંઘ શિક્ષણ સેવા સંગઠન દ્વારા પાંજરાપોળ ખાતે દુધાળા પશુઓના મોત થતા વળતર ચુકવવા મુદ્દે કલેકટરને આવેદન પત્ર પાઠવાયું હતું.
આજરોજ ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય માલધારી સંઘ શિક્ષણ સેવા સંગઠનના આગેવાનો અને પશુ પાલકોએ એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ નગર પાલિકા દ્વારા રસ્તે રઝળતા માલધારી સમાજના દુધાળા પશુઓ અને સગર્ભા ગાયોને પકડી ભરૂચ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી. જેમાંથી કેટલીક ગાયો અને વાછરડાઓના મોત નીપજ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે ત્યાં દેખરેખ અભાવે પશુઓમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે. ત્યારે જે પશુઓના મોત નીપજ્યા છે તેઓનું પશુ પાલકોને વળતર આપવાની માંગ કરવામાં આવી છે.

IMG-20220920-WA0223.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *