Gujarat

આઇ.ટી.આઈ.જબુગામ ખાતે તાલીમાર્થીઓ નો દિક્ષાન્ત સમારોહ યોજાયો.

આજ રોજ આઈ. ટી.આઈ.જબુગામ ખાતે વિશ્વકર્મા દિન ની ઉજવણી  સ્વરૂપે નેશનલ ટ્રેડ ના કુલ 133 તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને શ્રી અરવિંદભાઈ ભાઈ પટેલ, ચેરમેન શ્રી આઇ.ટી.આઈ.જબુગામ,
(બરોડા મોલ્ડસ એન્ડ ડાઈઝ,વાઘોડિયા) ખાસ ઉપસ્થિત રહયા હતા. મુખ્ય મહેમાન તરીકે  પરવેજ ભાઈ ખોજા, એ. એમ.ટ્રેડર્સ,બોડેલી અને સચિનકુમાર મિશ્રા,આસી.મેનેજર એસ.બી.આઇ,જબુગામ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થના થી કરવામાં આવી હતી.બેન્ક મેનેજર દ્વારા બેન્કિંગ ની યોજનાઓ અંગેવિષેશ માહિતી તાલીમાર્થીઓને આપવામાં આવી હતી. કાર્યક્રમ ની સફળતા માટે નું યોગદાન પી.જે.આયડે, ફોરમેન શ્રી,સ્ટોરકીપર શ્રી ટી.એન.મોદી.તથા તમામ સુ.ઇ.શ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન શ્રી એમ.આર. શાહ.દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે  શ્રી જી.એન.રાઠવા ઇ.પ્રિન્સીપાલ એ શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.તેમજ તાલીમાર્થીઓને જીવનમાં રોજગાર લક્ષી અને જીવન ઉપયોગી માહિતી મહેમાનો દ્વારા વિશેષ રૂપે મંચસ્થ સ્થાને થી મહેમાનો તરફથી આપવા માં આવી હતી.
એ. એમ.ટ્રેડર્સ, બોડેલી તરફથી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે  દરેક ટ્રેડ માં પ્રથમ ત્રણ નંબર આવનાર ને ગિફ્ટ આપવામાં આવી હતી.આ પ્રસંગે તાલીમાર્થીઓ માટે અલ્પાહાર ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.તાલીમાર્થીઓને પ્રશ્નોત્તરી કરવા અંગે જણાવવામાં આવ્યું અને જેના ઉચિત જવાબ પણ આપવામાં આવ્યા હતા.અને કાર્યક્રમ ના અંત માં સુ.ઇ.શ્રીમતી કૃતિકાબેન પ્રજાપતિ દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *