સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા હાથસણી રોડ હવે ગ્રીન લેન્ડ (વૃક્ષારોપણથી હરિયાળું) થવા જઈ રહ્યું છે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા અમલમાં આવેલ સદભાવના અંધજન મંડળ રાજકોટ દ્વારા આ રોડ પર લગભગ બે કિલોમીટરની રેંજમાં રસ્તાની વચ્ચે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આ વૃક્ષોને ઉજેરવાનું કાર્ય પણ આ સંસ્થાની દેખભાળ હેઠળ થશે. ટૂંક સમયમાં અર્થાત્ એક વર્ષ દરમિયાન તો આ રોપેલાં વૃક્ષો પૈકી ઘણા વૃક્ષો તો ઘણા મોટા થઈ જશે અને એકાદ બે વર્ષમાં તો આ વૃક્ષો અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને શીતળ છાંયડી આપતાં પણ થઈ જશે. વૃક્ષોના હિસાબે વાતાવરણમાં પણ ઓક્સિજનનું પ્રમાણ વધશે. લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની સકારાત્મક અસર થતી જોવા મળશે. વૃક્ષોની મઢેલો આ રસ્તો સાવરકુંડલા શહેરના ગ્રીન ઝોન વિસ્તારનું એક આદર્શ પ્રતીક બની જશે. આ અગાઉ પણ અહીં સાવરકુંડલા શહેરના ખ્યાતનામ સોનિક જવેલર્સ લિમિટેડ દ્વારા પણ રસ્તાની બંને બાજુ વૃક્ષારોપણ કરવામાં આવેલ છે. આમ રસ્તાની વચ્ચે અને રસ્તાની બંને સાઇડ પર જ્યારે આ વૃક્ષો ઘેઘૂર થશે ત્યારે આ રસ્તાની રોનક પણ કંઈ ઓર હશે. ટૂંક સમયમાં આ રસ્તાની બંને બાજુ ફૂટપાથની યોજનાની દરખાસ્ત પણ હાલ અમરેલી જિલ્લા પંચાયત દ્વારા કાર્યવાહીમાં છે. વળી આ રસ્તા પર આગળ પાંચ કિલોમીટર જતાં સેવાના ભેખધારી માનવ મંદિર અને શિવદરબાર આશ્રમ કાનાતળાવ આવેલાં છે. માનવમંદિરના સંત પૂ. ભક્તિરામ બાપુ તેમજ શિવદરબાર આશ્રમ કાનાતળાવના પૂ. ઉષામૈયા દ્વારા સેવા એ સાધનાની ઘૂણી અવિરત ધખી રહી છે. આગળ જતાં લગભગ સાવરકુંડલા શહેરથી આઠેક કિલોમીટર હાથસણી ગામ નજીક શેલ દેદુમલ ડેમ આવેલ છે અને એ ખળખળ વહેતા એના પાણી અને પાણીનો સંગ્રહ કરેલ એ ડેમનું દ્રશ્યો પણ માનવજાત માટે પર્યાવરણનો અનોખો અહેસાસ કરાવે છે. આમ વૃક્ષારોપણ દ્વારા આ રસ્તા અતિ રમણીય અને આ વિસ્તારની મુલાકાતીઓએ પણ અવારનવાર મુલાકાત લેવા જવો થઈ જશે.. આમ પ્રકૃતિના હાર્દ સમા આ વૃક્ષારોપણ આ રસ્તા માટે આશીર્વાદ સમાન જ ગણાય.. તેની પ્રશંસા જેટલી કરીએ ઓછી કહેવાય. લોકો તો આ રસ્તાની બંને બાજુ છેક હાથસણી ગામ સુધી પણ વૃક્ષારોપણ થાય એમ પણ ઈચ્છે છે.


