Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં બે દિવસીય નેશનલ મેયર્સ કોન્ફરન્સનું વરચ્યુઅલી ઉદઘાટન કર્યું

ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ચાલી રહેલી બે દિવસીય નેશનલ મેયર્સ કોન્ફરન્સનું વરચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું. આ કોન્ફરન્સમાં ૧૨૧ જેટલા મેયર્સ અને ડેપ્યુટી મેયર્સ ભાગ લઈ રહ્યાં છે. બીજેપીના સુશાસન સેલ દ્વારા આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ વરચ્યુઅલી ઉદઘાટન કર્યા પછીથી કોન્ફરન્સને સંબોધી હતી. તેમણે આમંત્રિત કરવામાં આવેલા મહેમાનોને અરબન ડેવલોપમેન્ટ પર માર્ગદર્શન આપ્યું હતું. બીજેપીના નેશનલ પ્રેસિડન્ટ જેપી નડ્ડા પણ ઉદઘાટન સમયે હાજર રહ્યાં હતા. આ સિવાય આ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય હાઉસિંગ અને અરબેન અફેર્સ મંત્રી હરદીપ સિંહ પુરી પણ ભાગ લઈ રહ્યાં છે. ફડણવીસ આ દરમિયાન તેમના અરબન ડેવલોપમેન્ટ અંગેના વિઝન બાબતે વાત કરશે. જ્યારે પુરી સરકારની વિવિધ અરબન લોકલ બોડીસ માટેની સ્કીમ બાબતે ઉપસ્થિતોને જણાવશે. બે દિવસીય આ કોન્ફરન્સમાં ૧૮ સ્ટેટ્‌સ અને યુનિયન ટેરેટરીના વિવિધ મેયર્સ, ડેપ્યુટી મેયર્સ અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધઓ ભાગ લઈ રહ્યાં છે. તેઓ આ દરમિયાન વેસ્ટ મેનેજમેન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ અને પાણી ભરાવવા સહિતની વિવિધ મુદ્દાઓ પર પોતાના મત રજૂ કરશે. સુરત, ઈન્દોર, કાનપુર અને પણજીના મેયરે ઉપસ્થિતો સમક્ષ તેમણે વેસ્ટ મેનેજમેન્ટ, ક્લિનલીનેસ અને રેવન્યુ વધારવા કરેલા ઉપાયો રજૂ કર્યા હતા.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *