બનાસકાંઠા
શિહોરીના ઉંબરી-બુકોલી રોડ ઉપરથી એક દારૂ ભરેલી ગાડી બાતમીના આધારે બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડી છે. ગાડીમાંથી ૧૦ પેટી અને ૪૮૪ મોટી બોટલ સહિત કુલ ૪ લાખ ૫૭ હજારનો મુદ્દામાલ કબજે લઇ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા એલસીબી પોલીસ શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ઉબરી-બુકોલી રોડ ઉપર સિલ્વર કલરની વેગેનાર (જીજે-૦૮-સીકે-૨૭૪૮)ગાડી દારૂ ભરી ઉંબરીથી પાટણ, અમદાવાદ જવાની છે. જે બાતમીના આધારે નાકાબંધી કરી બાતમી વાળી ગાડી અટકાવી તપાસ કરતાં દારૂની ૧૦ પેટી તેમજ છૂટક ૧૦૦ બોટલો કુલ ૪૮૪ દારૂની બોટલો ગાડીમાંથી પોલીસને મળી આવી હતી. પોલીસે કુલ ૪ લાખ ૫૭ હજારનો મુદ્દામાલ કબ્જે લઇ ગાડી ચાલક શિવરતન ઓમપ્રકાશ અગ્રવાલના વિરોધમાં પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


