ગાંધીનગર
ગાંધીનગરના સેકટર – ૨૩ પેટ્રોલ પંપ નજીક કારમાં આવેલા ત્રણ ઈસમોએ ફિલ્મીઢબે બે યુવાનોને ઘેરી લઈને લોખંડની પાઈપ અને ધોકા લઈને ઘાતકી હૂમલો કરી ફરાર થઈ ગયાની ફરિયાદ સેકટર – ૨૧ પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. માણસાનાં આનંદપુરા ગામે રહેતા કીર્તિસિંહ ખુમાનસિંહ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે તેઓ પોતાના પાર્લર પર હાજર હતા. તે વખતે નાના દીકરા સત્યજીતએ આવીને કહેલું કે, વિવેકસિંહને ગાંધીનગર ઘ – ૫ ખાતે ઝઘડો થયેલ છે. અને તેને ઝઘડામાં વાગ્યું હોવાથી ગાંધીનગર સિવિલ લઈ ગયા છે. જેથી કીર્તિસિંહ સિવિલ દોડી ગયા હતા. જ્યાં તેમના પુત્ર વિવેકસિંહને માથામાં ઇજાઓ થયેલ હતી. અઠવાડીયા અગાઉ સમર્પણ કોલેજમા વિશાલસિંહ વાધેલા (રહે.કોલવડા) સાથે મારા મિત્રને ઝઘડો થયો હતો. અને તેમાં સમાધાન કર્યું હતું.બીજા દિવસે વિશાલસિંહ કોલેજમા મને સામે મળેલ તે વખતે મને કહેલ કે “તુ મારી સામે કેમ આવે છે હવે પછી ‘ મારી સામે આવીશ તો જીવતો નહી રહેવા દઉ તેવી ધમકી આપેલ અને કહેવા લાગેલ કે હું તને જાેઇ લઇશ. ત્યારબાદ સવારના વિવેકસિંહ અને તેનો મિત્ર સુરપાલસિંહ ચંદનસિંહ ચાવડા (રહે,અંબોડ) ઘ-૫ સર્કલ સેકટર – ૨૩ પેટ્રોલપંપની બાજુમા ઉભા હતા. તે વખતે એક સફેદ કલરની બ્રેજા ગાડીમાં વિશાલસિંહનો મિત્ર તરૂણસિંહ તેના હાથમાં લોખંડની પાઇપ લઇ ઉતરેલ અને બીજા બે ઇસમો તેના હાથમાં લાકડાના ધોકા લઇ નીચે ઉતરેલ અને એકદમ અમારી પાસે ધસી આવી તરુણસિંહે માથામાં લોખંડની પાઇપ મારી હતી. જ્યારે બે ઇસમોએ ધોકાથી વિવેકસિંહ તથા સુરપાલસિંહને માર માર્યો હતો. જેથી વિવેકસિંહે બુમાબુમ કરતા આજુબાજુથી ઘણા માણસો ભેગા થઇ જતાં ઉક્ત ત્રણેય જણા તેમની ગાડી લઇ ભાગી ગયા હતા.


