મકસુદ કારીગર,કઠલાલ
સરદાર પટેલ વિદ્યામંદિર વીણાના ધોરણ 11 ના વિદ્યાર્થી કુરેશી આદિલ એહમદ ઇમ્તિયાઝએહમદ જેઓ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુ. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના નવમા રાઉન્ડમાં વિદ્યાર્થીઓના વિભાગમાં ટોપર્સમાં સામેલ થયેલ છે, તેઓને ગુજ. સરકાર તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સરદાર પટેલ કેળવણી મંડળ, વિણા તથા સમસ્ત શાળા પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. શાળાના આચાર્ય એસ. જી. પટેલે આ વિદ્યાર્થી તથા તેને ક્વિઝ માટે માર્ગદશન આપનાર તેમના વર્ગશિક્ષીક શ્રી પ્રશાંત કિશ્ચિયનને શુભેચ્છાઓ પાઠવી હતી. અને નિયમિત વાંચનને કારણે આ બહુમાન શક્ય બન્યું હોવાનું જણાવેલ છે. પારિતોષિક બદલ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના આયોજક માનનીય સચિવ ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર તથા ગુજરાત સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.


