Gujarat

અંબુજા સિમેન્ટ ફાઉંડેશન દ્વારા પોષણ માસની ઉજવણી કરવામા આવી.

હાર્દિક કાનાબાર પ્રાચી
દર વર્ષ સમગ્ર દેશમા સપ્ટેમ્બર મહીનાને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવણી કરવામા આવે. આ મહીનામા યોગ્ય આહાર અને પોષણ વિશે લોકોમા જાગૃતિ લાવવા માટે પહેલ કરવામા આવે છે, અંબુજા સિમેન્ટ ફાઉંડેશન દ્વારા વિવિધ ગામડાઓમા પોષણ માસના સંદર્ભમા વિવિધ લોકજાગૃતિના કાર્યક્રમ કરવામા આવ્યા, જેમા તરુણીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓની ની સાથે વાનગી સ્પર્ધા અને 3 વિવિધ શાળાના બાળકો સાથે વકૃતવ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ઘણા વિદ્યાર્થીઓ, તરુણીઓ, સગર્ભાઓ, ધાત્રી માતાઓ તેમજ આગણવાડી કાર્યકરો વિવિધ સ્પર્ધામા ભાગ લીધો હતો. આ વિવિધ કાર્યક્રમમા આશરે 350 થી વધારે લોકોને પોષણ અને સંતુલિત આહારનુ આપણા જીવનમા મહત્વ વિશે માહિતગાર કરવામા આવ્યા.

IMG-20220920-WA0204.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *