Gujarat

અમરેલી શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ની ઉપસ્થિતિમાં દીકરીઓ માટે હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

મા.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના ૭૨ મા જન્મદિવસ નિમિત્તે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા,શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા,ની ઉપસ્થિતિમાં જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 12 થી 21 વર્ષની દીકરીઓનો હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ અંગે ડૉ. પિયુષભાઇ ગોસાઈ તથા ડૉ.રાજુભાઈ કથીરિયા એ આ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને કૌશિકભાઈ વેકરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઇતિહાસ માં પ્રથમ વખત કોઈ વડાપ્રધાન નાં જન્મદિવસ નિમિતે આ પ્રકારના સેવાકીય પ્રવૃતિઓ અને નારી સશક્તિકારણનાં કાર્યક્રમો કરવામાં આવ્યા હોય આ તકે મહામંત્રી રાજેશ માંગરોળીયા, જિલ્લા ડોક્ટર સેલના કન્વીનર ડૉ પિયુષભાઇ ગોસાઈ, ડૉ. રાજુભાઈ કથીરિયા,પ્રિન્સિપલ રોહિતભાઈ મહેતા,શહેર મહિલા મોરચા નાં પ્રમુખ કાશ્મીરાબેન વ્યાસ,હિતેષભાઇ સેજુ, તુલસીભાઇ મકવાણા,અલ્કાબેન ગોંડલીયા,કોમલબેન રામાણી,વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ મહિલા મોરચા નાં મહામંત્રી શ્વેતાબેન વિઠલાણી  ની યાદી માં જણાવવામાં આવ્યું છે
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG_20220921_095331.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *