Gujarat

બોડેલી  નગર વાસીઓ માં નવરાત્રી પર્વને લઈ થનગનાટ જોવા મળી રહ્યો છે કારણ કે બે વર્ષ કોરોના મહામારી ને લઇ ને ગરબા મહોત્સવ કોરોના ગાઈડ લાઈન મુજબ ઉજવણી કરવામાં આવી હતી

બોડેલી  નગર વાસીઓ માં નવરાત્રી પર્વને લઈ થનગનાટ જોવા મળી રહ્યો છે કારણ કે બે વર્ષ કોરોના મહામારી ને લઇ ને ગરબા મહોત્સવ કોરોના ગાઈડ લાઈન મુજબ ઉજવણી કરવામાં આવી હતી અને ચાલુ વર્ષે કોરોના ની કોઈજ ગાઈડ લાઈન ન હોઇ  બોડેલી નગરના ગરબીચોક, ખોડિયાર માતાજી મંદિર, ઢોકલીયા તેમજ સમર્પણ સોસાયટી,  ગંગા નગર વિસ્તાર માં આગમી 26મી સપ્ટેમ્બર થી શરૂ થઇ રહેલા નવરાત્રી પર્વ ની ધામ ધુમ થી અને છુટછાટ થી ઉજવણી કરવાની હોઇ બોડેલી નગરના તમામ ગરબી ચોકો માં હાલ  તડામાર તૈયારી ઓ ચાલી રહી છે
      બોડેલી નગર માં ગરબી ચોક વિસ્તારમાં ગરબાની ભારે રમઝટ જામતી હોય છે અને પરંપરાગત વર્ષો થી અહિ ગરબા રમવા દુર દુર થી ગરબા રસિકો ગરબા રમવા આવે છે અહી બે તાળી અને રાસ ગરબાની ભારે રમઝટ  જામતી હોય છે અને અહીં ગરબા રમવા આસપાસ ના ગામો માંથી પટેલ સમાજ તેમજ અન્ય સમાજના ગરબા રસિકો પરીવાર સાથે ગરબા રમવા આવે છે જેથી અહી ગરબા જોવા તેમજ રમવા માટે ભારે ભીડ એકઠી થાય છે જેથી ગરબી ચોક ટ્રસ્ટ દ્વારા પણ ગરબી ચોક માં ડેકોરેશન થી માંડી સાફ સફાઈ સહિત ની તમામ તૈયારીઓ ચાલી રહી છે
     બીજા નંબરે ખોડીયાર માતાજી ના મંદિર ખાતે જન શકિત ખોડીયાર ટ્રસ્ટ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવ ની તો વાત જ કંઈક ઔર છે કારણ કે અહિ ગરબા ની રમઝટ એટલી હદે જામે છે કે અહીં ના ગરબા જોવા લોકો છેક મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર વગેરે વિસ્તારો માંથી પાવાગઢ દર્શને આવતા દર્શનાર્થીઓને બોડેલી રાત્રી રોકાણ કરવા મજબૂર કરી દે છે. આ સ્થળે તાલુકા ના વિવિધ કચેરીઓ ના કર્મીઓ પ્રાથમિક શાળા ઓ ના શિક્ષકો સહિત ના કર્મચારીઓ અહી મન મૂકીને ગરબે ઘુમતા નજરે પડે છે અને અહીં પણ ગરબા રસિકો ની ભારે ભીડ જોવા મળી રહે છે બોડેલી નગરના નગરવાસીઓમાં નવરાત્રી પર્વને લઈ થનગનાટ જોવા મળી રહ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220921-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *