Maharashtra

સોનાનો વાયદો રૂ.301 અને ચાંદીનો વાયદો રૂ.857 તેજઃ કોટનમાં સુધારોઃ મેન્થા તેલમાં નરમાઈઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 10863 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 11238 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 74 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,56,303 સોદાઓમાં કુલ રૂ.22,174.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 10863 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 11237.61 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 99,420 સોદાઓમાં કુલ રૂ.5,885.76 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,189ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,569 અને નીચામાં રૂ.49,114 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.301 વધી રૂ.49,476ના ભાવે પહોંચ્યો હતો.

આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.109 વધી રૂ.39,724 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.19 વધી રૂ.4,937ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.49,202ના ભાવે ખૂલી, રૂ.233 વધી રૂ.49,451ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,578ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,315 અને નીચામાં રૂ.56,481 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 857 વધી રૂ.57,200 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 752 વધી રૂ.57,569 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.748 વધી રૂ.57,660 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 13,487 સોદાઓમાં રૂ.1,965.69 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.2.20 ઘટી રૂ.194.30 અને જસત સપ્ટેમ્બર વાયદો રૂ.0.55 વધી રૂ.280ના ભાવ થયા હતા. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.30 વધી રૂ.647.70 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.05 વધી રૂ.181ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 35,778 સોદાઓમાં કુલ રૂ.2,976.38 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,731ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,951 અને નીચામાં રૂ.6,731 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.151 વધી રૂ.6,895 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.22.90 વધી રૂ.641.50 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 553 સોદાઓમાં રૂ.35.17 કરોડનાં કામકાજ થયા હતા. કોટન સપ્ટેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.32,520ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.33,000 અને નીચામાં રૂ.32,300 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.150 વધી રૂ.32,870ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5 ઘટી રૂ.974.60 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,909.51 કરોડનાં 5,884.448 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,976.25 કરોડનાં 520.474 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,407.50 કરોડનાં 20,46,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,569 કરોડનાં 24706250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.23.17 કરોડનાં 7175 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.12 કરોડનાં 122.04 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 21,654.287 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 845.189 ટન, ક્રૂડ તેલમાં 595100 બેરલ અને નેચરલ ગેસમાં 8565000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 52750 ગાંસડી, મેન્થા તેલમાં 767.52 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.74.17 કરોડનાં 1,081 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 13,643ના સ્તરે ખૂલી, 108 પોઈન્ટ વધી 13,751ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.11,237.61 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,548.23 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.85.21 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,306.59 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,296.44 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 299.88 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.288 ખૂલી, ઊપરમાં રૂ.370.90 અને નીચામાં રૂ.282 રહી, અંતે રૂ.60.30 વધી રૂ.349.20 થયો હતો. જ્યારે સોનું સપ્ટેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.107 ખૂલી, ઊપરમાં રૂ.175 અને નીચામાં રૂ.86 રહી, અંતે રૂ.46.50 વધી રૂ.158.50 થયો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.650ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.50 ખૂલી, ઊપરમાં રૂ.17.75 અને નીચામાં રૂ.8.50 રહી, અંતે રૂ.6.90 વધી રૂ.15.85 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.38 ખૂલી, ઊપરમાં રૂ.46 અને નીચામાં રૂ.25 રહી, અંતે રૂ.2 વધી રૂ.35 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.905 ખૂલી, ઊપરમાં રૂ.1,130 અને નીચામાં રૂ.905 રહી, અંતે રૂ.182 વધી રૂ.1,072.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.283.50 ખૂલી, ઊપરમાં રૂ.288 અને નીચામાં રૂ.214 રહી, અંતે રૂ.52.90 ઘટી રૂ.228.20 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.620ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.19.50 ખૂલી, ઊપરમાં રૂ.20.35 અને નીચામાં રૂ.9.80 રહી, અંતે રૂ.9.05 ઘટી રૂ.11.30 થયો હતો. સોનું સપ્ટેમ્બર રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.250.50 ખૂલી, ઊપરમાં રૂ.268 અને નીચામાં રૂ.150 રહી, અંતે રૂ.87 ઘટી રૂ.165.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,391 ખૂલી, ઊપરમાં રૂ.1,391 અને નીચામાં રૂ.1,140 રહી, અંતે રૂ.321 ઘટી રૂ.1,160 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.190 ખૂલી, ઊપરમાં રૂ.190 અને નીચામાં રૂ.126 રહી, અંતે રૂ.57.50 ઘટી રૂ.145.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *