Gujarat

બિહારમાં MLC બનશે પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈન, BJPને એક બેઠકનું નુકસાન થઇ શકે

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈન (Shahnawaz Hussain)ને ભારતીય જનતા પાર્ટી (BJP)એ બિહાર વિધાન પરિષદ (Bihar Legislative Council)માં મોકલવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ તેમણે પરિષદની પેટા ચૂંટમીમાં ઉમેદવાર બનાવ્યા છે. ભાજપ કાર્યાલય તરફથી જાહેર ઉમેદવારોની યાદીમાં શાહનવાઝ હુસૈનનું નામ બિહારની યાદીમાં છે. હુસૈન અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. તે ભાગલપુરથી બે વખત (2006 અને 2009) સાંસદ રહી ચુક્યા છે. એક વખત (1999) કિશનગંજથી પણ લોકસભા સાંસદ બન્યા હતા.

બિહાર વિધાન પરિષદ માટે બે બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. આ બન્ને બેઠક ભાજપ નેતા સુશીલ કુમાર મોદી અને ભાજપ વિધાન કાઉન્સિલર વિનોદ નારાયણ ઝાના રાજીનામા બાદ ખાલી થઇ છે. સુશીલ કુમાર મોદી રામ વિલાસ પાસવાનના નિધનથી ખાલી થયેલી બેઠક પર પેટા ચૂંટણીમાં રાજ્યસભા સાંસદ બની ગયા છે જ્યારે વિનોદ નારાયણ ઝા વિધાનસભાની ચૂંટણી જીતી ચુક્યા છે. 18 જાન્યુઆરી સુધી ઉમેદવારીની અંતિમ તારીખ છે. 19 જાન્યુઆરીએ ઉમેદવારી પત્રોની તપાસ થશે. જરૂર થયુ તો 28 જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે.

માનવામાં આવી રહ્યુ છે કે એક બેઠક પર રાજદ પોતાના ઉમેદવાર ઉભા કરશે. જોકે, આ બન્ને બેઠક ભાજપના કબજામાં હતી પરંતુ હવે પેટા ચૂંટણીમાં ભાજપને એક બેઠકનું નુકસાન થઇ શકે છે. રાજદ તરફથી ઉમેદવારના નામ પર હજુ સુધી જાહેરાત કરવામાં નથી આવી. સંખ્યા દળના હિસાબથી રાજદ સહયોગી દળના સહયોગથી એક બેઠક પર ઉમેદવારની જીત નક્કી કરી શકે છે. એવામાં ભાજપના ખાતામાંથી એક બેઠક જઇ શકે છે.

ચર્ચા એવી પણ છે કે ભાજપ બીજી બેઠક પર પણ ઉમેદવાર ઉતારશે, તે એક બેઠક પર સહયોગી દળ વીઆઇપીના પ્રમુખ અને રાજ્ય સરકારમાં મંત્રી મુકેશ સહનીને ઉભા કરી શકે છે. જો આવુ ના થયુ અને તે ચૂંટણી ના જીતી શક્યા તો સહનીએ ફરી રાજ્યપાલ કોટામાંથી પસંદ થવુ પડશે કારણ કે તે કોઇ પણ સદનના સભ્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *