સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં યુનાઇટેડ ઇન્ડિયન સ્પોટ્સ ફાઉન્ડેશનના નેજા હેઠળ નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ગુજરાતના દોડવીર તેમજ શ્રી એમ.કે. સાવલિયા આર્ટ્સ કોલેજ બાઢડા પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા હરેશ બારૈયા એ ૨૧ કિમીની દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત રાજ્ય તેમજ કોલેજ અને તેમના પરિવારનું ગૌરવ વધારતા કોલેજ કેમ્પસના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી વિઠ્ઠલભાઈ વાછાણી ટ્રસ્ટ મંડળના પ્રમુખશ્રી અને માજી ધારાસભ્ય કાળુભાઈ વિરાણી શ્રી હરેશ બારૈયાને શ્રી એમ.કે.સાવલીયા આર્ટ્સ કોલેજ દ્વારા ટુંક સમયમાં સન્માનીત કરવામાં આવશે તેવું બાઢડા કેળવણી મંડળના કેમ્પસ ડાયરેક્ટર નીકીતાબેન કોટડીયા દ્વારા જણાવ્યું છે. તેમજ કાજલબેન વેકરીયા આચાર્યશ્રી, અધ્યાપક્શ્રીઓ દ્વારા ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ આપેલ છે. માં યુનાઇટેડ ઇન્ડિયન સ્પોટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સાતમી રમતોત્સવમાં આંધ્રપ્રદેશ.આસામ,બિહાર,દિલ્હી, ગોવા, ગુજરાત.મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમ વિવિધ રાજ્યો ના રમતવીરો આ ગેમ્સમાં ભાગ લીધો હતો.જેમાં બાઢડા કોલેજના વિધાર્થી હરેશ બારૈયા ને કોલેજ પરિવાર દ્વારા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રગતિ કરે તેવા અભિનંદન પાઠવેલ છે.
