પોષણ માસ 2022 ની ઉજવણીના ભાગરૂપે બોટાદ જીલ્લાના રાણપુરમાં મોડેલ સ્કૂલ ખાતે પોષણના મહત્વ વિશે સમજ આપવા પોષણ વાનગી નિદર્શન, પોષણ રંગોળી, પોષણ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ. કિશોરીઓમાં એનિમિયા દૂર કરવા અને શારીરિક ક્ષમતા વધારવા પોષણનું ખુબ મહત્વ રહેલ છે તેની ઊંડી સમજ આપવામાં આવી આ કાર્યક્રમમાં મહીલા અને બાળ વિકાસ યોજના કચેરી બોટાદથી બીનાબેન ,NNM ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર વિકિભાઈ દુધરેજીયા મોડેલ સ્કૂલ ના આચાર્ય કિરીટભાઈ રાઠોડ રાણપુર સીડીપીઓ રેહાનાબેન કાજી ,NNM બ્લોક કોર્ડીનેટર ધવલકુમાર સિંગલ ,આંગણવાડી કાર્યકર બહેનો અને શાળાની કિશોરીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


