નવીદિલ્હી
સમગ્ર દેશમાં ટેરર ફન્ડિંગ અને કેમ્પ ચલાવવાના મામલામાં પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવામાં આવ્યું છે. કેરળ, તમિલનાડુ અને યુપી સહિતના દેશના ૧૦ રાજ્યોમાં એએનઆઈ અને ઈડીની ટીમે પીએફઆઈના સ્ટેટથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરે રેડ કરી છે અને લગભગ ૧૦૦થી વધુ કેડરની ધરપકડ કરી છે. આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આવાસ પર બોલાવવામાં આવેલી બેઠક પુરી થઈ ગઈ છે. મીટિંગમાં એનએસએ, એનઆઈએ મહાનિર્દેશક, ગૃહ સચિવ અને અને અન્ય ટોચના અધિકારીઓ હાજર રહ્યાં હતા. ગૃહમંત્રીએ પીએફઆઈ સંગઠનના ઠેકાણાઓ પર કરવામાં આવેલી રેડનો ડિટેલ રિપોર્ટ માંગ્યો છે. રાષ્ટ્રીય તપાસ સમિતિ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે પોપ્યુલ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને તેની સાથે જાેડાયેલી લિન્ક પર સમગ્ર દેશમાં રેડ કરી છે. ટેરર ફન્ડિંગ અને કેમ્પ ચલાવવાના મામલમાં તપાસ એજન્સીએ કાર્યવાહી છે. ઈડી, એનઆઈએ અને રાજ્યોની પોલીસે ૧૧ રાજ્યોમાંથી પીએફઆઈ સાથે જાેડાયેલા ૧૦૬ લોકોની અલગ-અલગ મામલાઓમાં ધરપકડ કરી છે. એનઆઈએ પીએફઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓએમએસ સલામ અને દિલ્હીના અધ્યક્ષ પરવેઝ અહમદની ધરપકડ કરી છે. તેમાંથી કેટલાક લોકોને દ્ગૈંછના દિલ્હીના હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવી શકે છે. હાલ દ્ગૈંછની ઓફિસની સુરક્ષા વધારવામાં આવી છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ એએનઆઈ અને ઈડીની ટીમે રાજ્ય પોલીસની સાથે મળીને કુલ દસ રાજ્યોમાં રેડ કરી અને આ દરમિયાન પીએફઆઈના ૧૦૦થી વધુ કેડરની ધરપકડ કરવામાં આવી છે. એએનઆઈએ કોઈમ્બ્તુર, કુડ્ડાલોર, રામનાડ, ડિંડુગલ, થેની અને થેનકાસી સહિત તમિલનાડુમાં ઘણી જગ્યાઓ પર પીએફઆઈના નેતાઓના ઘરે રેડ કરી છે. પુરસાવક્કમમાં ચેન્નાઈ પીએફઆઈના સ્ટેટ હેડની ઓફિસમાં પણ સર્ચ ચાલી રહ્યું છે. ટેરર ફન્ડિંગ અને કેમ્પ ચલાવવાના મામલામાં સમગ્ર દેશમાં ઁહ્લૈંની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશના ૧૦ રાજ્યોમાં એનઆઈએ અને ઈડીની ટીમે પીએફઆઈના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરે રેડ કરી છે અને લગભગ ૧૦૦ કેડરની ધરપકડ કરી છે.
