West Bengal

મમતાની સરકારે અદાણી ગ્રુપને તાજપુર પોર્ટને વિકસિત કરવા ૨૫ હજાર કરોડનો આપ્યો કોન્ટ્રાકટ

કોલકતા
મમતા બેનર્જીની સરકારે તાજપુર પોર્ટને વિકસિત કરવા માટે અદાણી ગ્રુપને ૨૫ હજાર કરોડ રૂપિયાાનો કોન્ટ્રાકટ આપ્યો છે.એક તરફ જયાં સમગ્ર વિરોધ પક્ષ અદાણી ગ્રુુપની સંપત્તિ વધવા પર મોદી સરકાર પર ટીપ્પણીઓ કરે છે ત્યાં બીજી તરફ આ સમાચાર આવતા જ લોકો સોશલ મીડિયા પર મમતા બેનર્જી સરકાર અને વિરોધ પક્ષની ટીકા કરી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળ સરકારની કેબિનેટે તાજપુરમાં નવું બંદરગાહ વિકસિત કરવા માટે અદાણી પોટ્‌ર્સ એન્ડ સ્પેશલ ઇકોનોમિક જાેનને આશય પત્ર જારી કરવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે.તેનાથી અદાણી સમુહના બંગાળમાં ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો માર્ગ મોકળો બની ગયો છે. માર્ચમાં મમતા બેનર્જી સરકાર દ્વારા આયોજીત હરાજીમાં અદાણી પોટ્‌ર્સ એન્ડ સ્પેશલ ઇકોનોમિક જાેનની સૌથી વધુ બોલી લગાવનારાના રૂપમાં સામે આવ્યું હતું અહેવાલો અનુસાર કેટલીક કાનુની સમસ્યટાઓના કારણે સરકાર પરિયોજનાને ફાળવણી કર્યા બાદના પગલા પર આગળ વધી શકી ન હતી બંગાળના શહેરી વિકાસ મંત્રી ફિરહાદ હાકિમે કહ્યું કે આ પરિયોજનાથી ૨૫,૦૦૦ લોકો માટે પ્રત્યેક રોજગારની તકો પેદા થશે અને રાજયમાં વિકાસનો એક નવો યુગ શરૂ થશે સોશલ મીડિયા પર લોકો અદાણી સમૂહને કોન્ટ્રાકટ મળવા પર મમતા સરકાર અને વિરોધ પક્ષ પર ટીપ્પણી કરી રહ્યાં છે.એક યુઝરે લખ્યું કે બંગાળ સરકાર અદાણીને પોર્ટ આપે તો જનતાનો લાભ થાય છે અને ભાજપ સરકાર અદાણીને પોર્ટ આપે તો તેનો હેતુ અદાણીને લાભ પહોંચાડવાનો થાય છે.અન્ય એકે લખ્યું કે ગહલોત,હવે દીદી પણ દેશને વેચવામાં મોદીજીની સાથે આવી ગયા.જયારે અન્યે લખ્યું કે રાજય સરકારે કોન્ટ્રાકટ અદાણી ગ્રુપને આપી રહી છે પરંતુ જનતામાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે મોદીજી બે જ ઉદ્યોગપતિને પ્રોત્સાહન આપી રહ્યાં છે આજ છે વિરોધ પક્ષની વિશ્વસનીયતા અન્યોએ પણ ટીપ્પણી કરતા કહ્યું છે કે વિરોધી નેતાઓ કહી શકે છે કે મમતાજી અને મોદીજી પણ મળી ગયા છે અને અદાણીને લાભ પહોંચાડી રહ્યાં છે. શું હવે ભારત વેચાઇ રહ્યું નથી આમ તો તમામ બુમો પાડી રહ્યાં છે કે મોદીજીએ ભારતને વેચી દીધું

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *