Gujarat

ફિરોઝપુરની વિશ્વકર્મા શો મીલમાં તસ્કરો ત્રાટક્યા, ૫૯ હજારના મુદ્દામાલની ચોરી

ગાંધીનગર
ગાંધીનગરના ડભોડા પોલીસ મથકની હદમાં આવેલ ફિરોઝપુર ગામની વિશ્વકર્મા શો મીલનાં તાળા તોડી તસ્કરોએ અંદર પ્રવેશી વીસ વર્ષ જુની મશીનરી, વિન્ડો એસી સહીત ૫૯ હજારનાં સર સામાન ચોરી લઈ પલાયન થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના નરોડા હરિદ્વાર સોસાયટીમાં રહેતા ઓમપ્રકાશ ગણપતરામ શર્મા ફીરોજપુર ગામના બ્લોક સર્વે નંબર ૩૬૨ માં વિશ્વકર્મા શો મીલ નામથી લાકડાની લાટી વર્ષ ૨૦૧૬થી ચલાવે છે . જેમાં વીસ વર્ષ જુનો સરસામાન ફીટ કર્યો હતો. જાે કે તેમની પુત્રવધૂને લાંબી બીમારી હોવાથી છેલ્લા ચાર મહિનાથી લાટી ઉપર આવતાં ન હતા. સવારે ઓમપ્રકાશ શો મીલ પર આવ્યા હતા. ત્યારે લોખંડનાં દરવાજાનું તાળુ તૂટેલું જાેઈ ચોંકી ઉઠયા હતા. આથી મીલની રખેવાળી કરતાં શૈલેષ પટેલને ફોન કરીને પૂછતાંછ કરતાં છેલ્લે તા. ૧૩/૦૯/૨૦૨૨ના રોજ મીલનાં દરવાજે તાળું મારેલું જાેયું હતું એમ તેમણે કહ્યું હતું. મીલમાં જઈને તપાસ કરતાં શો મીલમાં ફીટ કરેલ બેનસોની ઇલેકટ્રીકની વસ્તુઓ , બે જુની મોટર, કોમ્પ્રેસર નંગ-૨,કટર તેમજ ગ્રાઇડર નંગ-૫,બેન્સોનું ધાર કાઢવાનુ ઓટોમેટીક જુનુ મશીન, જુનુ વિંડો એ.સી, છુટા કેબલ વાયરના ગુંચડુ તથા એમસીબી તથા મેઇન સ્વિચો સહિત કુલ રૂ. ૫૯ હજારનો સર સામાન તસ્કરો ચોરીને નાસી ગયા હોવાનું માલુમ પડયું હતું. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *