Corona Virus Found In Ice Cream: વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલો જીવલેણ કોરોના વાઈરસ (Corona Virus) હવે આઈસક્રીમ સુધી પહોંચી ગયો છે. આ કેસ ઉત્તર ચીનના તિયાનજીન વિસ્તારનો છે, જ્યાં મહામારી (Corona Pandemic) વિરુદ્ધ કામ કરી રહેલા અધિકારીઓને 3 આઈસક્રીમના સેમ્પલમાં કોરોના સંક્રમણ (Covid-19) મળી આવ્યું છે. હવે વહીવટી તંત્ર એવા લોકોની શોધ કરવા મથી રહ્યું છે, જેઓ આ આઈસક્રીમના સંપર્કમાં આવ્યા હતા.
આ આઈસક્રીમ તિયાનજીનની Daqiaodao Food Company દ્વારા બનાવવામાં આવી હતી. હવે સંક્રમણના (Corona Virus) કારણે કંપનીને 2089 આઈસક્રીમના ડબ્બાનો નાશ કરવો પડ્યો. જો કે અધિકારીઓનું માનવું છે કે, લગભગ 4836 આઈસક્રીમના ડબ્બા કોરોનાથી સંક્રમિત (Corona Virus) થઈ ચૂક્યા છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, સંક્રમણની જાણ થઈ, ત્યાં સુધીમાં તો આઈસક્રીમના અડધાથી વધુ ડબ્બા વેચાણ માટે અલગ-અલગ વેન્ડર્સ સુધી પહોંચી ચૂક્યાં હતા.
તિયાનજીનની બહાર જે શહેરોમાં આ આઈસક્રીમ મોકલવામાં આવી, ત્યાં પણ માર્કેટમાં આ અંગેની જાણ કરી દેવામાં આવી છે. જે ગ્રાહકોએ આઈસક્રીમ ખરીદી છે, તેમને પણ સ્વાસ્થ્યની જાણકારી આપવાનું કહેવામાં આવ્યું છે.
ફૉક્સ ન્યૂઝ રિપોર્ટ મુજબ, અત્યાર સુધી કંપનીએ પોતાના 1,662 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ (Corona Test) કરાવ્યો છે અને તેમને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
અધિકારીઓનું માનવું છે કે, કોરોના વાઈરસ (Corona Virus) આઈસક્રીમમાં એટલા માટે જીવિત રહ્યો, કારણ કે તે ઘણો જ ઠંડો હોય છે. કોઈ સંક્રમિત વ્યક્તિ થકી જ કોરોના (Covid-19) આઈસક્રીમ સુધી પહોંચ્યો છે.
આ અંગે યુનિવર્સિટી ઑફ લીડ્સના વાયરોલૉજિસ્ટ ડૉ સ્ટીફન ગ્રિફીનનું કહેવું છે કે, આઈસક્રીમમાં કોરોના સંક્રમણ (Corona Virus) પહોંચવાથી ગભરાવાની જરૂર નથી. શક્ય છે કે, આ કોઈ સંક્રમિત વ્યક્તિ થઈ જ આવ્યો હોય. પ્રાથમિક તપાસ મૂજબ, કંપનીએ ન્યૂઝીલેન્ડથી મંગાવેલા મિલ્ક પાવડર અને યુક્રેનથી આયાત કરેલા પાવડરનો ઉપયોગ કરીને આઈસક્રીમ બનાવ્યો હતો
