Gujarat

ઉમેદવારો તા.30 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકશે  

રોજગાર અને તાલીમ વિભાગ ગાંધીનગરના નિયંત્રણ હેઠળની સરકારી આઇ.ટી.આઇ. જોડીયા ખાતે ધો.8,9 અને 10 પાસ માટે કોમ્પ્યુટર, ફીટર, ઈલેક્ટ્રીશ્યન, વાયરમેન, બ્યૂટીપાર્લર જેવા વ્યવસાયોમાં ખાલી  રહેલ બેઠકો પર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થયેલ છે. તા.30 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ તથા સંસ્થા ખાતે તેનું મેરીટ જે તે દિવસે બનાવી પ્રવેશ આપવામાં આવશે.

પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો સંસ્થા ખાતેથી તેમજ ઓનલાઇન https://itiadmission.gujarat.gov.in ઉપરથી પ્રવેશ ફોર્મ ભરી ઓનલાઇન માધ્યમથી  રૂ.50 રજીસ્ટ્રેશન ફી ભરી પ્રવેશ સમયે અસલ પ્રમાણપત્રો તેમજ મહિલા SC, ST, અને PH તાલીમાર્થીઓને CMD ના રૂ.250 તેમજ તે સિવાયના ઉમેદવારોએ CMD અને સત્ર ફી સાથે રૂ.850 સાથે પ્રવેશ માટે રૂબરૂ સંપર્ક કરવા ઓદ્યોગિક તાલીમ સંસ્થા જોડિયાના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *