રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
બોરસદ તાલુકાના નાપા ગામે અંજલી હોસ્પિટલ બોરસદ તથા આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો હતો જેમાં ૭૬ જેટલા ગ્રામજનોએ લાભ લીધો હતો. પ્રસ્તુત કેમ્પમાં ડૉ. કુશલ પરીખ તથા ડૉ. રીષા પટેલની ટીમ દ્વારા ડાયાબીટીસ, બીપી, ઓર્થોપેડીક તથા સ્ત્રી રોગની વિનામૂલ્યે ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશાદીપ તથા અંજલી હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


