Madhya Pradesh

વોશરૂમમાં કપડાં બદલી રહેલી છોકરીનો વીડિયો બનાવવામાં આવ્યો, બેની કરી ધરપકડ

ભોપાલ
ચંદીગઢ યુનિવર્સિટીમાં હોસ્ટલની છોકરીઓના ન્હાતી વખતના વીડિયો બનાવવા અંગેનો મામલો હજી પુરો થયો નથી ત્યાં હવે મધ્યપ્રદેશના ભોપાલમાં કોલેજના બાથરૂમમાં છોકરીનો વીડિયો બનાવવા અંગેનો મામલો બહાર આવ્યો છે. ભોપાલમાં આવેલી એક આઈટીઆઈ કોલેજમાં એક છોકરીનો બાથરૂમમાં કથિત રીતે વીડિયો બનાવવામાં આવ્યો અને તેન બ્લેકમેલ કરવામાં આવી રહી હતી. તેના પગલે પોલીસે કાર્યવાહી કરી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ પોલીસે જણાવ્યું કે ભોપાલમાં આઈટીઆઈ કોલેજના ૩ પૂર્વ વિદ્યાર્થીઓની વિરુદ્ધ એક છોકરીનો કથિત રીતે વોશરૂમમાં અશ્લીલ વીડિયો શૂટ કરવા અને તેને બ્લેકમેલ કરવાનો કેસ નોંધવામાં આવ્યો. પોલીસે જણાવ્યું કે આ ત્રણ આરોપીઓ પૈકીના ૨ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અશોકા ગાર્ડન એસએચઓએ સોમવારે એજન્સી એએનઆઈને જણાવ્યું કે આઈપીસીની ધારા ૩૮૪ અને આઈટી અધિનિયમ ૬૭ અતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. એમ કહેવાઈ રહ્યું છે કે આ ત્રણેય આરોપીઓ છોકરીનો વીડિયો બનાવીને તેને બ્લેકમેલ કરી રહ્યાં હતા અને તેની પાસે પૈસા માંગી રહ્યાં હતા. એમ કહેવાઈ રહ્યું છે કે કોલેજમાં એક કાર્યક્રમ દરમિયાન છોકરી વોશરૂમાંમાં કપડા બદલવા ગઈ હતી, ત્યારે જ આ ત્રણે છોકરાઓએ તેનો વીડિયો બનાવી લીધો હતો. છેલ્લા થોડા દિવસોથી ચંદીગઢ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીની દ્વારા ઘણી અન્ય છોકરીઓના વાંધાજનક વીડિયો બનાવવામાં આવ્યા હતા. તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીની પર ઘણી છોકરીઓના ન્હાતી વખતના વીડિયો બનાવવાનો આરોપ લાગ્યો હતો. આ ઘટના પછી ઘણી વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાની કોશિશ કરી હતી. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે વીડિયો શૂટ કરીને વિદ્યાર્થીનીએ તેના એક મિત્રને મોકલ્યો હતો. જાેકે પછીથી પોલીસે આરોપી વિદ્યાર્થીની સહિત બે અન્ય વ્યક્તિઓની આ મામલામાં ધરપકડ કરી છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *