Maharashtra

સામંથા રૂથ પ્રભુએ ‘શકુંતલા’ના અવતારમાં ફરીથી એન્ટ્રી લીધી

મુંબઈ
લાંબા સમય સુધી સોશિયલ મીડિયાથી દૂર રહેલી સામંથા રૂથ પ્રભુએ ‘શકુંતલા’ના અવતારમાં ફરીથી એન્ટ્રી લીધી છે. તેણે અપકમિંગ ફિલ્મ શાકુંતલમની રિલીઝ ડેટ એનાઉન્સ કરી હતી, પરંતુ સેકન્ડ મેરેજ કે હેલ્થ ઈશ્યૂ પર કોઈ વાત કરી નથી. નાગા ચૈતન્ય સાથે ડાઈવોર્સ બાદ સામંથા બીજા લગ્ન કરવા તૈયાર હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું છે, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નથી. વળી, સામંથા રેર સ્કિન ડિસીઝથી પિડાતી હોવાના પણ રિપોર્ટ્‌સ આવી રહ્યા છે. આ બંને કારણોસર સામંથા સતત ચર્ચામાં રહે છે, પરંતુ તેણે નવી જ વાત કરીને પબ્લિસિટીને નવી દિશામાં વાળવા પ્રયાસ કર્યો હતો. સામંથાએ શાકુંતલમનું મોશન પિક્ચર શેર કરવાની સાથે ૪ નવેમ્બરની રિલીઝ ડેટ એનાઉન્સ કરી હતી.રાજા દુષ્યંત અને વન કન્યા શકુંતલાની પ્રણય ગાથાના મહાકાવ્યને ફિલ્મ સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. ગુણાશેખરે ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે અને ડાયરેક્શન કર્યું છે, જ્યારે તેમની દીકરી નિલીમા પ્રોડ્યુસર છે. સામંથાની સાથે આ ફિલ્મમાં દેવ, અદિતી બાલન, કબીર દુહાન સિંઘ, મધુ અને પ્રકાશ ઝા છે. તેને તેલુગુ, તમિલ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ કરવામાં આવશે. મહાભારતના આદિ પર્વના આધારે ફિલ્મની સ્ટોરી લખવામાં આવી છે. શાકુંતલમની વધારે વિગતો જાહેર કરાઈ નથી પરંતુ ફૂલોના શણગારથી સામંથાનું સૌંદર્ય નિખરી ઊઠ્‌યું હોય તેમ પોસ્ટર પરથી જણાય છે. શાકુંતલમ ઉપરાંત સામંથા પાસે યશોદા અને કુશ નામની ફિલ્મો પણ છે, જેની પાન ઈન્ડિયા રિલીઝ થશે. સામંથા હાલ ભલે મુશ્કેલી ભોગવતી હોય તેવું લાગે પરંતુ આગામી સમયમાં સાઉથી આ એક્ટ્રેસ બોલિવૂડમાં મોટું નામ કરશે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *