મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચ ના ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, રોટરી ડીસ્ટ્રકટ 3060 ના ડીસ્ટ્રીક્ટ ગવર્નર પિન્કીબેન પટેલ, રોટેરીયન મિતેશભાઈ ભટ્ટ, સુપ્રસિદ્ધ ગાયક અભયસિંહજી આસિસ્ટન્ટ ગવર્નર મનીષ પોદ્દાર,મનીષાબેન ભટ્ટ જીએમએલ રચના પોદ્દાર એ કાર્યક્રમની શોભા વધારી હતી.પ્રેસિડન્ટ મધુ સિંગે સૌને આવકાર્યા સેક્રેટરી મોસમ પારેખે સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.પબ્લિક ઈમેજચેર રો. કીર્તિ જોષી, ઈવેન્ટચેર સુરભીબેન તમાકુવાલા અને નવા વરાયેલા રોટેરીઅન શ્રુતિ ચાવડા તથા તમામ રોટેરીઅન સભ્યોએ કાર્યક્રમ ને સફળ બનાવવા મહત્વનું યોગદાન આપ્યું હતું.આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર શ્રી જીતુભાઇ દ્વારકાવાળા અને શ્રી મિલન ત્રિવેદી એ તેમની કલા દ્વારા લોકોના મન પ્રફુલિત કરી દીધા. આ કાર્યક્રમમાં ભરૂચ શહેરના ડોક્ટરો અને 354 જેટલો નર્સિંગ સ્ટાફ હાજર રહ્યો હતો. જેમાં 108, અર્બન હેલ્થ સેન્ટર્સ, સિવિલ હોસ્પિટલ, સેવાશ્રમ હોસ્પિટલ તથા ભરૂચની વિવિધ હોસ્પિટલ ના સ્ટાફને ફેમીના દ્વારા પ્રમાણપત્ર આપી તેમને કરેલી સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ કરવા માટે ફેમીના ટીમને દીપકલા સંસ્કૃતિ કેન્દ્ર ના દિપેનભાઈ ભટ્ટે પ્રેરણા અને સહકાર આપ્યો હતો.


