સુરત
ગુજરાત ભાજપ પ્રદેશ યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલપમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી ૩ કિમી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ કિલોમીટર અંતરની દોડમાં સવારે મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી થી વાય જંક્શન સુધી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રેલ્વે અને ટેક્સટાઇલ કેન્દ્રીયમંત્રી દર્શના જરદોશ અને રમત ગમત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા દોડને લીલી ઝંડી આપવામાં આવી હતી. રાજ્યભરમાં આયોજન થયેલી દોડને લઈને ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. છેલ્લા ૨૦થી ૨૫ વર્ષથી ગુજરાતની પ્રજાએ ભાજપને સાથ આપ્યો છે. રાજ્યભરમાં યુવા મોરચા દ્વારા કરવામાં આવેલી દોડના આયોજનમાં યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. ગામડાના લોકો સુધી દોડનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના વિકાસના વિચારને આગળ ધપાવવા માટે યુવાનોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.


