સાવરકુંડલા નગરપાલિકા ના પૂર્વપ્રમુખ દ્વારા જેસર રોડ ખાતે રસ્તા પર ના ખાડા ઓ તથા રેલવે અન્ડર બ્રીજ જાતે રીપેર કર્યા.- રાહદારી અને વાહન ચાલકો માં ખુશી.
સાવરકુંડલા શહેર ના જેસર રોડ ખાતે ના રોડ રસ્તાઓ રિલાયન્સ જીયો દ્વારા તોડી નાખવામાં આવતા છેલ્લા ઘણાં સમયથી ખાડા ઓમાં રાહદારીઓ તથા વાહનો અને ટુ વહીલ બાઈક માં મહિલાઓ અને વૃધ્ધો ને ખૂબ જ મુશ્કેલી ઓ પડતી તથા અવાર નવાર કન્ટેનરો ની માલ વાહક ટ્રેનો ના હિસાબે ફાટકો બંધ હોવાથી નાના વાહનો તથા એમ્બ્યુલન્સો ને ફાટક ખુલે ત્યાં સુધી ઉભું રહેવું પડતું હતું આથી રેલવે અન્ડર બ્રીજ ને સાફ કરી ગટરો ના પાણી નો નિકાલ કરી અન્ડર બ્રીજ જાતે જ સાવરકુંડલા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ ડી.કે.પટેલ અને તેમની ટીમ દ્વારા ચાલુ કરેલ આ તકે સાવરકુંડલા શહેર ના વિકાસશીલ પુરૂષ ડી.કે.પટેલ, નગરપાલિકા ના જાગૃત સદસ્ય જયસુખભાઈ નાકરાણી, હિમતભાઈ લાખાણી, મહેશભાઈ સુદાણી, ભરતભાઈ વીંછીયા, અમીતગીરી ગોસ્વામી વગેરે અગ્રણીઓ દ્વારા જાત મહેનત કરી રોડ રસ્તાઓ તથા અન્ડર બ્રીજ સાફ કરી રસ્તો ચાલુ કરવામાં આવતા રાહદારી ઓ તથા વાહન ચાલકો માં આનંદ ની લાગણી પ્રસરી જવા પામી હતી.
ફોટો / રીપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી (જર્નાલિસ્ટ) સાવરકુંડલા.