Gujarat

રાષ્ટ્રપતિના રૂપમાં પ્રથમ દિવસે 15 કારોબારી હુકમો પર સહી કરશે બાઈડન

વોશિંગ્ટન:

અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બન્યાના પ્રથમ દિવસે બાઈડેન 15 કારોબારી હુકમ પર સહી કરશે. જેમાં અમેરિકાને ફરીથી પેરિસ કરારમાં સામેલ કરવા સહિત 100 દિવસ સુધી માસ્ક પહેરવો અનિવાર્ય કરવા સંબંધી આદેશ પણ સામેલ છે.

તે ઉપરાંત બાઈડન મુસ્લિમ દેશો પર લાગેલા પ્રતિબંધોને રદ્દ કરવા સંબંધી એક કારોબારી આદેશ પણ હસ્તાક્ષર કરશે.

આનાથી તેઓ પોતાના પૂર્વવર્તી ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક મુખ્ય નીતિગત નિર્ણયોને બદલી શકે છે.

વ્હાઇટ હાઉસના અધિકારીઓએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકે બિડેનની પહેલી કાર્યવાહીમાં કોંગ્રેસને ઇમિગ્રેશન અંગેનું એક વ્યાપક બિલ મોકલવાનું પણ રહેશે.

વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ જૈન સાકીએ જણાવ્યું, ‘નવા રાષ્ટ્રપતિ બાઈડેન પહેલા દિવસે કેટલાક ઐતિહાસિક કાર્ય કરવા જઈ રહ્યાં છે. તે 15 કારોબારી હુકમો ઉપર હસ્તાક્ષર કરશે અને એજન્સીઓને અતિરિક્ત બે ક્ષેત્રમાં પગલાઓ ભરવાનું કહેશે.’

તેમને કહ્યું કે, બાઈડેન નિર્ધારિત કરવામાં આવેલી ચાર સમસ્યાઓ ઉપર પણ આગામી દસ દિવસો સુધી કામ કરશે.

અધિકારીઓએ જણાવ્યું કે, બાઈડેન કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કરશે. તે કોવિડ-19 મહામારીને પહોંચીવળવા માટે પગલા ભરવા ઉપરાંત આર્થિક રાહત પહોંચાડવા અને ક્લાયમેન્ટ ચેન્જને પહોંચીવળવા માટે નિર્દોશો અને પત્રો પર પણ હસ્તાક્ષર કરશે.

તેમને જણાવ્યું કે, સૌથી પહેલા કરવામાં આવનાર કાર્યોમાં બાઈડન 100 દિવસો સુધી માસ્કનો પડકારની પણ શરૂઆત કરશે અને અમેરિકન નાગરિકોને 100 દિવસ સુધી માસ્ક પહેરવાનું કહેશે.

તે તમામ સંઘીય બિલ્ડિંગોના ફેડરલ કર્મચારીઓ દ્વારા માસ્ક પહેરવામાં આવે અને સામાજિક અંતર જાળવે તે અંગે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પણ સહી કરશે.

Joe-Biden-l-696x392-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *