અહેવાલ : સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
૭ મી ઓકટોબરનાં રોજ ગુજરાતના સિનેમાઘરોમાં શાનદાર રજુઆત.
શહેરના પોસ વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિ આદિત્ય શેઠનાના પત્નિ સરીતા શેઠના ઉપર એક ધમકીભર્યો ફોન આવે છે, કે આજથી વીસ દિવસ પછી એટલે કે જુન મહિનાની પાંચમી તારીખે સાંજે પાંચ વાગ્યાને પાંચ મિનીટે તમારી હત્યા થવાની છે ! ત્યારબાદ ધમકીભર્યા પત્રો પણ મળે છે. જેથી આદિત્ય શેઠના સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચની મદદ લે છે. અને આ ઘટનામાં આદિત્યનો મિત્ર, ઘરની નોકરાણી, સારીકાની નણંદ, નણંદનો પ્રેમી, પાડોશી મોડેલ ફિલ્મ અભિનેત્રી, ઈન્સ્પેકટર રાઠોડ અને એક અજાણ્યો ઓવરકોટધારી શખ્સ તેમજ ખુદ આદિત્ય શેઠના શંકાના દાયરામાં ઘેરાય છે. બાદમાં એક એવી ચોંકાવનારી ઘટના ઘટે છે. આદિત્ય શેઠનાના બંગલામાં મોડેલ અભિનેત્રીની હત્યા થાય છે. અને પછી ?!… એ જાણવા માટે “માત્રી એન્ટરપ્રાઈઝ” (સુરેન્દ્રનગર) પ્રસ્તુત વિજયભાઈ પઢેરીયા, ધવલભાઈ પઢેરીયા છે. આ ફિલ્મ ૭ મી ઓકટોબરે રજૂ થઈ રહી છે. અઝીઝ ઈબ્રાહીમ ‘કબીર” દિગ્દર્શીત ફિલ્મ “છેલ્લી પાંચ મિનીટ’ જોવી જ પડશે. આ ફિલ્મમાં ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો મૌલિક પાઠક, ચાંદની ચોપરા, હિમાંશુ તુરી, જુસર પરમાર, ધારા ચોટલીયા, હિતેશ સોરઠીયા, નિકિતા પટેલ, અવની પરમાર, બંસી ઠાકર, માનસી સોની, કાન્વી કોઠારીએ અભિનયના ઓજસ પાથર્યા છે. ગીત : દિલીપ જોશી, સ્વર : પલ્લવી જાંબુચા, કાસમ કવ્વાલ અને રિયા સામાણી તથા સંગીત : મનોજ-વિમલ છે. દિનેશ ઝાલાની સિનેમેટોગ્રાફી અને બ્રેકગ્રાઉન્ડ મ્યુઝીક : સમીર માના, ડી.આઈ.(કલર્સ) : અમન શાહ, મેકઅપ : જાગૃતિ ગાંધી છે. આ ગુજરાતી
ફિલ્મ “છેલ્લી પાંચ મિનીટ” સહપરિવાર સાથે માણી શકાય તેવી ફિલ્મ છે.હોવાનું પત્રકાર રાજેશ ભાઈ ઠકરાર દ્વારા જણાવ્યું હતું
તસવીર : સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ


