Madhya Pradesh

સરકારી શિક્ષકનું શરમજનક કૃત્ય, વિદ્યાર્થિનીને ક્લાસ વચ્ચે કઢાવ્યાં કપડાં અને પછી થયું આ…

શહડોલ
મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લામાં એક સરકારી શિક્ષકની શરમજનક ઘટના સામે આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ સાથે જ તેની સામે તંત્રએ તપાસના આદેશ આપ્યા છે. આરોપી ટીચર એક ૧૦ વર્ષની આદિવાસી વિદ્યાર્થિનીનો અન્ય વિદ્યાર્થીઓ સામે ગંદો સ્કૂલડ્રેસ ઉતરાવ્યો હતો અને પછી ધોવા લાગ્યો હતો. આ દરમિયાન બે કલાક સુધી વિદ્યાર્થિની માત્ર અંડર ગારમેન્ટ્‌સમાં એટલે કે કપડાં વગર બીજા વિદ્યાર્થીઓ સામે ઊભી રહી હતી. આ ઘટના ૨૩મી સપ્ટેમ્બરની છે. શહડોલ જિલ્લાના બડા કલા ગામમાં શુક્રવારે આ ઘટનાની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. પાંચમા ધોરણમાં ભણતી આદિવાસી વિદ્યાર્થિની ગંદો સ્કૂલ ડ્રેસ પહોંચી શાળાએ પહોંચી હતી. ત્યારે શિક્ષક શ્રવણ કુમાર ત્રિપાઠીએ વિદ્યાર્થિનીનો ગંદો ડ્રેસ જાેયો તો તે ઉતરાવ્યો અને સ્કૂલના ઓપન ગ્રાઉન્ડમાં ધોવા લાગ્યા હતા. તે દરમિયાન વિદ્યાર્થિનીને અર્ધનગ્ન હાલતમાં વિદ્યાર્થીઓ સામે ઊભું રહેવું પડ્યું હતું. આ સમગ્ર કાંડમાં ચોંકાવનારી વાત તો એ છે કે, વિદ્યાર્થિનીને તેનો યુનિફોર્મ સૂકાય ત્યાં સુધી, અંદાજે બે કલાક સુધી ત્યાં સ્કૂલ પરિસરમાં તે જ હાલતમાં રહેવું પડ્યું હતું. તેટલું જ નહીં, આરોપી શિક્ષકે કપડાં ઘોવા દરમિયાન વિદ્યાર્થિની સાથે તેનો ફોટો પાડીને તે વિભાગના સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર પણ કર્યો હતો. સોશિયલ મીડિયામાં ટીચરની આ હરકતનો વીડિયો અને તસવીર ખૂબ જ વાયરલ થઈ હતી. આ ઘટના પછી જિલ્લા પ્રશાસનમાં હડકંપ મચ્યો હતો. એવું કહેવાય રહ્યુ છે કે, ગામના લોકોને આ ઘટનાની ખબર પડતાં જ તેઓ શાળાએ પહોંચ્યા હતા. ત્યારે ગ્રામીણોએ જાેરશોરમાં આ ઘટનાનો અને શિક્ષકનો વિરોધ કર્યો હતો, ત્યારે શિક્ષકે પોતાને સ્વચ્છતા મિત્ર ગણાવ્યો હતો. જાે કે, ગ્રામજનોએ આ મામલે સ્કૂલના આચાર્ય સામે નારાજગી વ્યક્ત કરી હતી અને આરોપી શિક્ષક સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. બે દિવસ પછી એટલે કે આજે રવિવારે જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષક શ્રવણ કુમારને સસ્પેન્ડ કર્યા છે. ત્યાં તેમની સામે તપાસ કરવાના પણ આદેશ આપ્યાં છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *