બન્ને પક્ષના ૬ શખ્સો સામે પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે..
ઉનાના ખાણ ગામમાં રહેતાં ત્રણ શખ્સો નજીકના દેલવાડા ગામે આવેલ મચ્છુન્દ્રી નદી માંથી બાઈક લઈને પસાર થવા બાબતે સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતાં ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ છરી, પથ્થર વડે હુમલો કરતા યુવાનને આંખના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામા આવેલ આ બાબતે બંને પક્ષે સામસામી પોલીસ ફરીયાદ કરતા કુલ 6 શખ્સો સામે પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે..
ઊનાના ખાણ ગામે રહેતા મોહન ડાયા વંશ, ધર્મેશ ઉર્ફે જીકો મેઘા સોલંકી, તેમજ ધનજી વંશ આ ત્રણેય શખ્સોએ વિજય દેવગણ પરમારને દેલવાડા ગામે અંજાર જાપા જળદેવીના મંદિર પાસે મચ્છુન્દ્રી નદી માંથી બાઇક લઇને પસાર હતા. ત્યારે આ શખ્સોએ ભુંડી ગાળો કાઢી ઢિકાપાટુથી માર મારવા લાગેલ બાદમાં આ શખ્સોના હાથમાં રહેલ છરી વડે વિજય દેવગણભાઇ પરમાર પર હુમલો કરી દેતા તેમનાં ડાબા આંખની નીચેના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. બાદમાં તેની સાથે રહેલા સાહેદ ભરતભાઇ, પ્રવિણભાઇ તેમજ રાજેશભાઇ આમ કુલ ચારેય યુવાનોને માથાના ભાગે પથ્થર તેમજ શરીરના ભાગે મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છુટ્યા હતા. આ બાબતે વિજય દેવગણભાઇ પરમારે પોલીસમાં ફરીયાદ નોધેલ હતી.
જ્યારે સામાપક્ષના પણ ખાણ ગામે રહેતા હોય તેમણે પોલીસમાં ફરીયાદ નોધાવેલ જેમાં આરોપી વિજય દેવગણભાઇ પરમાર, રાજેશ ધુધા પરમાર તેમજ ભરત ભાણા પરમાર આ શખ્સોએ ખાણ ગામે મોહન ડાયા વંશને નદી પસાર કરવા બાબતે બોલાચાલી થતાં ત્રણેય શખ્સોએ ભુંડી ગાળો આપવા લાગેલ જેથી વિજય દેવગણ પરમારે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કરાઇ ગયેલા શખ્સોએ શરીરે ઢીકાપાટુ તેમજ લાકડી વડે મારમારી ઇજા કરતા આ બાબતે મોહન ડાયા વંશે પણ પોલીસમાં આ ત્રણેય શખ્સો વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરીયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
