Gujarat

AIMIMનું આખુ નામ પણ બોલી ન શકનારા કાબલીવાલા કેવી રીતે સંભાળશે ગુજરાત?

અભિષેક પાંડેય, અમદાવાદ:

ગુજરાતના મુસ્લિમોને રાજકીય વિકલ્પનો દાવો કરી ગુજરાતમાં આવનારી અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM જેમના સહારે ગુજરાતમાં નાવ પાર લગાવવાનો પ્રયાસ કરી રહી છે, તેના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલા પોતાના સાથી અને સહયોગીઓને કારણે હવે ચારે બાજુ ટિકાનો શિકાર થઇ રહ્યા છે.

અમદાવાદના જમાલપુર વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સાબિર કાબલીવાલાને પડકાર આપતા કાલે એક ટ્વીટ કરી કે, ” જો તેઓ જમાલપુરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડે છે તો તેમની વિરૂદ્ધ ચૂંટણી લડી તેમણે હરાવવાની તાકાત ધરાવુ છું, ઓવૈસી મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરી ભાજપને ફાયદો પહોચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

શાહપુર વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યુ, “સાબિર કાબલીવાલા જ્યારે જમાલપુરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા, ત્યારે પોતાના 5 વર્ષના શાસનકાળમાં 5 મિનિટ પણ ગુજરાત વિધાનસભામાં બોલી નહતા શકતા. આવા લોકોને AIMIMએ ગુજરાતના અધ્યક્ષ બનાવી પોતાની નાવ જાતે ડૂબાડી દીધી છે. સાબિર કાબલીવાલા જે પાર્ટીના અધ્યક્ષ છે તેમને તે પાર્ટીનુ પુરૂ નામ પણ લેતા આવડતુ નથી.”

ગુજરાતમાં AIMIMની એન્ટ્રી સાથે માનવામાં આવી રહ્યુ હતું કે ગત કેટલાક વર્ષોથી ખૂણામાં ધકેલાયેલા મુસ્લિમોને હવે રાજકીય વિકલ્પ મળશે પરંતુ જે રીતે કાબલીવાલાના સમર્થનમાં અસામાજિક તત્વોનો જમાવડો પાર્ટીમાં જોવા મળી રહ્યો છે તેનાથી સભ્ય અને સમજદાર મુસ્લિમ AIMIMથી અંતર રાખી રહ્યા છે.

આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી કઇ રીતે પ્રદર્શન કરશે તે જોવાનું રસપ્રદ રહેશે. શું ગુજરાતના મુસ્લિમો લતીફના વારસદાર અને શાહ આલમ, જમાલપુરના અસામાજિક તત્વોના સમર્થનમાં AIMIMને કબુલ કરી શકશે (?), આ પણ જોવાનું રસપ્રદ રહેશે.

IMG_20210121_160545.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *