Gujarat

BJPની પેજ કમિટીની હવાની ફૂંક કોંગ્રેસમાં તળિયા ઝાટક કરી નાખશે: સીઆર પાટીલ

સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat Local Body Polls) પહેલા ગુજરાત ભાજપના (Gujarat BJP) પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (CR Patil) સુરત સહિત સમગ્ર રાજ્યનો પ્રવાસ ખેડી રહ્યાં છે. સુરતમાં પણ ભાજપના પેજ પ્રમુખ (BJP Page Committee) બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે અહીંના મજૂરા વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અહીં સીઆર પાટીલે (CR Patil) લોકોને સંબોધતા જણાવ્યું કે, પેજ સમિતિથી ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ આવ્યો છે. આ પેજ સમિતિની (BJP Page Committee) હવાની ફૂંક કોંગ્રેસના (Congress) તળિયા ઝાટક કરી નાખશે. ગુજરાત ભાજપ (Gujarat BJP) આ વખતે વિજયનો નવો વિક્રમ નોંધાવશે.

મજુરા વિધાનસભા દ્વારા આયોજીત સ્વાગત સન્માન અને પેજ કમિટીના કાર્ડ વિતરણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિવિધ સમાજના આગેવાનો, સમાજનાં શ્રેષ્ઠીજનો, વિવિધ સામાજીક, ધાર્મિક સંસ્થાઓના મહાનુભવો દ્વારા કરાયેલાં ભવ્યાતિભવ્ય સ્વાગત સન્માન બદલ આભાર વ્યક્ત કરતા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે જણાવ્યું કે, આ ભવ્ય સ્વાગત સન્માન બદલ હું આપ સૌનો ઋણી છું.

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની તમામે તમામ 182 સીટ જીતવાનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે. પેજ કમિટીના પેજ પ્રમુખથી લઈ પ્રદેશ અધ્યક્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો 100 ટકા પરિણામ માટે સંકલ્પબદ્ધ થઈ મહેનત કરી રહયા છે, ત્યારે આજે લઘુ ભારત સમાન સુરતમાં વસતાં સૌ સમાજનો ટેકો મળતાં આ જીત ખરેખર ખૂબ જ ભવ્ય બનશે તેમાં કોઈ મીનમેખ નથી. 182 ફૂટનો હાર પહેરાવી સુરતે આજે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે તે ખૂબ વંદનીય છે.

જ્યારે મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પાટીલજીને પ્રદેશ અધ્યક્ષ બન્યાને છ મહિના પૂરા થઈ ગયા હોવા છતાં પણ આજે પણ પ્રદેશ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં તેમના સ્વાગત સન્માન અભિવાદનનો સિલસિલો યથાવત ચાલી રહયો છે. પાટીલે આટલાં વર્ષો સુધી સતત જનતાની વચ્ચે રહી જનતાની સેવા કરી તે પ્રેમના પ્રતીક રૂપે આજે વિવિધ સમાજનાં લોકો તેમનું સ્વાગત સન્માન કરી રહયા છે.

CR-Patil2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *