Gujarat

ગીરગઢડાના દ્રોણ ગામના ૧૫ દિવસ પહેલા યુવાનની હત્યામાં વધુ ૯ શખ્સો સંડોવાયેલ હોવાના આક્ષેપ તપાસ કરી કાર્યવાહી કરવા માંગ આવેદન પત્ર પાઠવ્યું..

આ બનાવ તપાસ તથા અગાઉ થઈ ગયેલા મર્ડરની તપાસ સી.આઈ.ડી., એસ.આઈ.ટી, તેમજ સી.બી.આઈ.ને સોંપવા માંગ..

 

તમામ શખ્સો સામે કાર્યવાહી નહી થાય તો  પરીવાર સહીત આત્મ વિલોપન કરીશુ તેવી ચિમકી.

 

 

ઊના – ગીરગઢડાના દ્રોણ ગામના ૧૮ દિવસ પહેલા મનસુખભાઈ કેશુભાઈ સાંખટનો મૃતદેહ હત્યા થયેલ હાલતમાં મળી આવેલ જેમાં ગીરગઢડા પોલીસે બે શખ્સોને પકડી પાડેલ હતા. જ્યારે આ હત્યામાં વધુ ૯ શખ્સો સંડોવાયેલ જેમાં સામત ભગવાનભાઈ સોરઠીયા (રામ), ભાયા ભગવાનભાઈ સોરઠીયા, હમીર ભાયાભાઈ સોરઠીયા, શીવા ભાયાભાઈ સોરઠીયા, ઘના ભગાભાઈ સોરઠીયા, સાદુળ ભગવાનાભાઈ સોરઠીયા, પ્રફુલ ભગવાનભાઈ સોરઠીયા, ભરત ભગવાન સોરઠીયા, મેહુલ રામ સોરઠીયા આ તમામ શખ્સો સામે યોગ્ય તપાસ કરી આઈ.પી.સી.કલમ ૩૦૨ મુજબ ફરીયાદી લેવા તેમજ એફ.આઈ.આર માં આઈ.પી.સી.કલમ ૧૨૦ બી મુજબ આ તમામ આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી કરવા માંગ સાથે મૃતકના ભાઇ ભનુભાઇ કેશુભાઇ સાંખટે ડે.કલેક્ટરને લેખિત આવેદન પત્ર પાઠવ્યુ હતું..

 

 

ગીરગઢડાના દ્રોણ ગામે રહેતા ભનુભાઇ કેશુભાઇ સાંખટે આવેદન પત્રમાં જણાવ્ય મુજબ તેમના ભાઇ મનસુખભાઈ કેશુભાઈ સાંખટની થોડો અપસેટ મગજનો હોય અને કંઈ કામ ધંધો કરતો ન હોય ગત તા.૧૧ સપ્ટે. ના મનસુખભાઈની હત્યા કરનારા ગામના આહીર સમાજના ૮ થી ૧૦ વ્યક્તીઓએ કરવામાં આવેલ છે. પરંતુ ગીરગઢડા પીઆઇ ડાંગર પોતાના આહીર સમાજના હોવાથી માત્ર ૨ આરોપીઓને પકડી પાડી કેસ રફેદફે કરી દીધેલ છે. અન્ય શખ્સોનો બચાવ કરેલ છે. આરોપીઓ આજથી એકાદ વર્ષ પહેલા ગામના આહીર વિજયભાઈ સાદુળભાઈની હત્યા સામત ભગવાન સોરઠીયા, ધના સામત સોરઠીયા, હમીર ભાયા સોરઠીયા, શીવા ભાયા સોરઠીયા દ્વારા કરવામાં આવેલ હતું. હત્યા કરી તેમની વાડીએ ઓરડીમાં ગળાફાંસી આપતા હતા તેવુ મારા ભાઈ મનસુખભાઈ એ નરી આંખે જોઈ લીધેલ હતુ.

 

અને તે અપસેટ મગજનો હતો જેથી આ શખ્સોએ કહેલ કે તુ કોઈને આ બનાવની વાત ન કરતો અને તારે જેટલા પૈસા જોતા હોય તો તુ અમારી પાસેથી લઈ જાજે, જેથી મારો ભાઈ લાલચમાં આવી તેણે આ બનાવની હકીકત કોઈ ને જણાવેલ ન હતી. અને મારો ભાઈ મનસુખે આરોપીઓ પાસેથી અવાર નવાર પૈસા માગ્યા કરતો હતો. જેથી ગત તા.૯ સપ્ટે.ના રોજ મનસુખભાઈ કેશુભાઈ સાંખટની આ તમામ આરોપીઓએ એનકેન પ્રકાર હત્યા કરી નાખેલ જેમાં બે વ્યક્તિથી શક્ય નથી.

 

મારા ભાઈની અંતિમ વીધી હતી તે જ દિવસે ચતુરભાઈ બીજલભાઈ મકવાણાએ મને કહેલ કે હમીર ભાયા આહીર અને શીવા ભાયા આહીર, ધના સામત દ્વારા રૂા. ૧૫ લાખની ઓફર કરી છે તારો ભાઈ તો જતો રહ્યો જેથી રૂ. ૧૫ લાખ લઈ લો અને ફરીયાદ પાછી ખેંચી લ્યો અને ફરીયાદ પાછી નહી ખેંચો તો અમારો પરીવાર મોટો છે બીજા ૫ થી ૬ ના મર્ડર કરવા પડશે. આમ મોટા ખેડુત ખાતેદાર અને રાજકીય વગ ધરાવતા હોવાથી ધમકી આપી હતી..

 

આ બનાવની સી.બી.આઈ. ને તપાસ સોંપવામાં આવે તો ડબલ હત્યાનું રાજ બહાર આવે તેમ છે અને હાલના આરોપી સિવાય અન્ય ૭ થી ૮ આરોપીઓ આ કેસમાં સંડોવાયેલા છે.  આ બનાવ તપાસ તથા અગાઉ થઈ ગયેલા મર્ડરની તપાસ સી.આઈ.ડી., એસ.આઈ.ટી, તેમજ સી.બી.આઈ.ને સોંપવામાં આવે અને અમારા પરીવારજનોને પોલીસ પ્રોટેકશન આપવામાં આવે કોઈપણ નુકશાન થાય કે હુમલો થાય તો તેની સંપુર્ણ જવાબદારી સરકારની રહેશે.  આ આરોપીઓને આઈ.પી.સી.કલમ ૩૦૨ મુજબ ફરીયાદી લેવા તેમજ એફ.આઈ.આર માં આઈ.પી.સી.કલમ ૧૨૦ બી મુજબ ઉપરોકત આરોપીઓના નામ જોડવામાં નહી આવે તો અમારા પરીવાર સહીત આત્મ વિલોપન કરી અમારૂ જીવન ટુંકાવશુ તેવી ચિમકી ઉચ્ચરી હતી.

દ્રોણમાં-થોડા-દિવસ-પહેલા-યુવાનની-હત્યા-વધુ-શખ્સો-સંડોવાયેલ-હોય-તેની-તપાસ-કરી-કાર્યવાહી-કરવા-માંગ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *