Gujarat

  ઘુટણવડ હત્યા કેસમાં સહ આરોપી એવા બી.એસ.એફ. જવાનની ધરપકડ કરાઈ; પોલીસે કિકાવાડાના જંગલમાંથી કરી ધરપકડ

એક મહિના પહેલા પાવી જેતપુરમાં ઘુટણવડ ગામે બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ પોતાના પિતાની બંદૂકના ભડાકે બનેવીની હત્યા કરી હતી. આ કેસમાં પોતે ઘરે હાજર ન હોવા છતાં પોતાની બંદૂક ઘરે મૂકીને જતાં બીએસએફ જવાન અંદરસિંગ બચુ રાઠવા કે જેઓ બીએસએફની 42 બટાલિયનમાં જમ્મુ કાશ્મીર ખાતે ફરજ બજાવતા હતા તેઓ સામે ગુનો નોંધાયો હતો. અને તેઓ નોકરીમાંથી રજા લઈને ઘરે કિકાવાડા આવી ગયા હતા અને છેલ્લા 1 મહિનાથી વડોદરા તેમજ કિકવાડાના જંગલમાં સંતાઈને રહેતા હતા. જેની જાણ પાવી જેતપુર પોલીસને થતા પાવી જેતપુરના પોલીસે કીકાવાડા ખાતે વોચ ગોઠવી હતી અને કિકાવાડા પહોંચીને આરોપી અંદરસિંગ બચુ રાઠવા જંગલ તરફ આવેલી કેનાલ બાજુ જતો હતો. ત્યારે પાવી જેતપુર પોલીસે અંદરસિંગ રાઠવાને ફિલ્મી ઢબે દબોચી લઇને ધરપકડ કરી હતી. ઘુટણવડ ગામના સુનિલ રાઠવાને કિકાવાડા ગામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને બન્ને પ્રેમી પંખીડાઓએ દોઢ વર્ષ પહેલાં કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. તેમ છતાં યુવતીના લગ્ન તેના પરિજનોએ અન્ય જગ્યાએ કરી દીધા હતા. પરંતુ યુવતી ઘરે પાછી આવીને પ્રેમી સાથે રહેવા લાગી હતી. આ વાત યુવતીના ભાઈ સચિન રાઠવાને આંખના કણાની જેમ ખૂંચતી હતી. યુવતીના સુખી દામ્પત્ય જીવન દરમિયાન ગર્ભવતી બની હતી. ત્યારે બીજી બાજુ બહેનના પ્રેમલગ્ન ભાઈને ન ગમતા તે પોતાના બનેવી સુનીલ રાઠવાને મારવા મોડી સાંજે પોતાના પિતાની બંદૂક લઇને કિકાવાડાથી ઘૂંટણવડ પોતાની બહેનની સાસરીમાં પહોંચી ગયો હતો.ત્યારે બહેનના પ્રેમલગ્નથી અકળાયેલા સાળાએ પોતાના બનેવીને પીઠમાં બંદૂકની ગોળી મારી દીધી હતી અને બનેવી જમીન પર ફસડાઈ પડ્યો હતો. બનેવી જમીન પર ફસડાઈ જતાં તેને માર્યો હતો, બંદૂકની ગોળીથી અને મારથી ઘાયલ થયેલા બનેવીએ ત્યાં ખેતરમાં જ દમ તોડી દીધો હતો. આ હત્યાકાંડમાં હત્યારા સચિન રાઠવાએ તેના પિતાની બંદૂકનો ઉપયોગ કર્યો હતો. જેને લઈને પિતા અંદરસિંગ બચુ રાઠવા સામે પણ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આ હત્યા કેસમાં સહ આરોપી બનાવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

IMG-20220927-WA0073.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *